સન્ની વાઘેલા
ખાસ-ખબરની વિશેષ રજૂઆત (ભાગ: 3)
- Advertisement -
જયપુર ખાતે પથ્થરના એક્ઝિબિશનમાં ધ્રાંગધ્રા પથ્થરની કલાકૃતિ રજૂ કરાઈ
ધ્રાંગધ્રા પથ્થરમાં લેભગી લોકોનો પગપેસારો થતા ધ્રાંગધ્રા પથ્થર થકી કામગીરી થતી દરેક ઇમારતો અને મંદિર નિર્માણમાં ફરિયાદો શરૂ થવા લાગી હતી જેના લીધે વર્ષ 2002માં ધ્રાંગધ્રા પથ્થરની વેલ્યુ સાવ ઘટી ચૂકી હતી જે અંગે ચિંતા વ્યક્ત કરતા ધ્રાંગધ્રા સોમપુરા સમાજના આગેવાન ઘનશ્યામભાઈ સોમપુરા દ્વારા તે સમયના કેબિનેટ મંત્રી મંત્રી આઇ.કે.જાડેજાને ચિંતા વ્યક્ત કરી હતી જેને લઇ આ આખોય વાત તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અહીંની પરિસ્થિતિ વર્ણવી હતી. કહેવાય છે ને કે “હીરાની પરખ એક જોહરી જ કરી શકે” તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ અને ધ્રાંગધ્રા પથ્થરને ફરીથી આગળ વધારવા માટે રાજસ્થાનના જયપુર ખાતે વર્ષ 2006માં થયેલા પથ્થરોના એક્ઝિબિશનમાં ધ્રાંગધ્રા પથ્થરની કલાકૃતિ રજૂ કરાઈ હતી. આ સમયે મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા અને ઘનશ્યામભાઈ સોમપુરાને એક વાત કહી હતી કે “જો પથ્થર એક્ઝિબિશનમાં ધ્રાંગધ્રા પથ્થરની નોંધ નહીં લેવાય તો આ બાબતે ફરીથી મને કોઈ ભલામણ કરતા નહીં” જેથી હવે ધ્રાંગધ્રા પથ્થરને ફરીથી ટોચ પર લઈ જવા માટે માત્ર એક છેલ્લો પર્યાય આ એક્ઝિબિશન જ હતો જેને લઇ દિવસ રાત એક કરી માત્ર ધ્રાંગધ્રા પથ્થરનું નામ કાયમ રાખવા માટે મહામહેનત કરી હતી અને અંતે જયપુરના એક્ઝિબિશનમાં ધ્રાંગધ્રા પથ્થરની કલાકૃતિને વિશ્વમાં દ્વિતીય ક્રમ મળ્યો હતો. આ વાત માત્ર ધ્રાંગધ્રા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વની હતી અને બાદમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ્રાંગધ્રા પથ્થરને વધુ વિકસાવવા માટે આખુંય સુકાન કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા અને ઘનશ્યામભાઈ સોમપુરાને આપ્યું હતું જે બાદ ધ્રાંગધ્રા પથ્થરને મહત્વતા સમજવા માટે સેમિનાર પણ યોજાયા હતા જે બાદ પથ્થરોની લિઝ આપવા માટેની કામગીરી કરવાની હતી પરંતુ સેમિનાર બાદ એક પણ વ્યક્તિએ પથ્થરની લિઝ લેવા માટે પોતાની તૈયારી દર્શાવી ન હતી કારણ કે અહી પહેલથી જ પત્થરની અવૈધ ખનન થતું હતું જેથી જે પથ્થર મફતમાં મળતો હતો તેનું સરકારમાં ચૂકવણું કાંઈને લેવામાં કોઈને રસ ન હતો છતાં ધ્રાંગધ્રામાં કુલ ત્રણ લોકોએ આ લીઝની માંગ મૂકી હતી જેમાં ઘનશ્યામભાઈ સોમપુરા, હિતેશભાઈ ત્રિવેદી અને તેજસભાઇ ત્રિવેદી હતા જેઓને આજેય કુડા ચોકડી નજીક પથ્થરોની લિઝ હયાત છે. આ લીઝ સાથે કેટલાક લોકો પરવાના થકી જમીનના પેટાળમાંથી પથ્થર કાઢતા હતા પરંતુ આ પરવાનો સરકારી ધારાધોરણ મુજબ કેટલો યોગ્ય તે હજુ સુધી જાણી શકાયું નથી. આ તરફ આજેય ધ્રાંગધ્રા પંથકમાં સત્તાપર, રાજપર, રાજગઢ, ઘનશ્યામગઢ, હીરાપુર કુડા, વિરેન્દ્રગઢ સહિતના ગામોમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ચાલે છે. અને આ દરેક ખાણોમાંથી નીકળતા પથ્થરને કટીંગ માટે ધ્રાંગધ્રા આજુબાજુ લગભગ 60 જેટલા કટ્ટર મશીન પણ ધમધમે છે. હવે આ કટર મશીન અને પથ્થરની ખાણો કેટલી કાયદેસર છે ? તે ખાણ ખનિજ વિભાગના અધિકારી જ જણાવી શકે તેમ છે.
(ક્રમશ)



