By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    3 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    4 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    5 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    3 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    3 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    3 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    3 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    4 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીનું રાશિફળ
ASTROLOGER

26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/12/26 at 5:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

સૂર્ય ધનુ રાશિમાં, ચંદ્ર મકર રાશિથી મીન રાશિ સુધી, બુધ ધનુ/મકર રાશિમાં, શુક્ર ધનુ/મકર રાશિમાં, મંગળ વૃષભ રાશિમાં, ગુરુ મીન રાશિમાં, શનિ મકર રાશિમાં, રાહુ મેશ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. આ સપ્તાહની શરુઆતમાં ત્રણ ગ્રહો સૂર્ય, બુધ અને શુક્રની યુતિ, ગુરુની રાશિ ધનુમાં થાય છે, જે શનિથી બારમા ભાવમાં ઉશ્કેરાટ અને અશાંતિમાં વૃદ્ધિ કરે..! નવો કોરોના ઉચાટ કરાવે. બને તેટલી ઈષ્ટદેવ અથવા કુળદેવીની ઉપાસના કરવી. શનિવાર અને હનુમાનજીની આરાધના ફાયદો કરાવે. ગ્રહોના ઉપરોક્ત પરિભ્રમણનો સાપ્તાહિક રાશીભવિષ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મેષ (અ, લ, ઈ)
આળસ ખંખેરી, મહેનત કરી સફળતા તરફ આગળ વધવા પ્રયાસ કરવાનો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ મહેનત માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જો કે આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. શુક્રવારે, પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે. બુધવારે પારિવારિક સફળતા. શુક્રવારે આર્થિક વિકાસની વાતો થાય.

- Advertisement -

વૃષભ (બ, વ, ઉ)
વાહન ચાલકોએ શાંતિ રાખવી. નોકરીના કે વેપારના ક્ષેત્રમાં શાંતિ થી રહેવાની જરૂર છે. શું બોલવું અને શું ન બોલવું તે સમજી આગળ વધશો, તો વાંધો નથી. નવી નાણાકીય બાબતો હાથ ધરતા ચેતવું, કારણ કે કોઇ આપની સાથે છેતરપિંડી કરી શકે છે. આર્થિક રીતે દુશ્મનો આપને હાનિ પહોંચાડી શકે છે. આસપાસ શું બની રહ્યું છે તે માટે સભાન રહેવું. આ અંગે વિચારી ને લીધેલા પગલાં ફાયદાકારક પુરવાર થશે. મંગળવારે આપ મોટી સફળતા મેળવી શકો છો.

મિથુન (ક, છ, ઘ)
વડિલો અને મિત્રો સાથે કરેલી ચર્ચા ઉપયોગી સાબિત થાય. આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. આનાથી તમારા વિચારો અને વર્તન માં ઘણું પોઝીટીવ પરિવર્તન આવશે. મિત્રો અને પરિવારજનો પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો.

કર્ક (ડ,હ)
આર્થિક સંતુલન મેળવવા માટે, વિવેકદૃષ્ટિ જરૂરી છે. અન્યથા તમે નિરાશાવાદી બની જશો અને છેવટે કામ પડતું મૂકશો. તમે રચનાત્મક કાર્યો, નવી આવડતો અને જ્ઞાનને પ્રગટ કરતાં કાર્યો કે શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો. તમારીમાં ઊર્જા અને આત્મવિશ્વાસના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. લોકો સાથેના સંપર્કો, સુમેળ અને સંવાદ એ ત્રણ બાબતો તમારા માટે ખાસ અગત્યની રહેશે. બુધવારે તમારા સંપર્કો તમારા માટે નવી તકો ઊભી કરનારા નીવડે. શુક્રવારે તમે સફળતા મેળવીને જ રહેશો. ભવિષ્યમાં સારી તકો આવી રહી છે.

- Advertisement -

સિંહ (મ, ટ)
નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે અત્યારે તમારા માટે કામ અને દામ , બંને બાબતે સમજદારી અને ટીમવર્ક કેળવવાની જરૂરત છે. તમે કૌટુંબિક પ્રેમમાં મહત્ત્વનો મૂકામ પાર કર્યો હોવાથી સ્વભાવમાં પરિવર્તન આવે, તમને પ્રેમી પાત્રની વધુ નિકટતા પ્રાપ્ત થાય અને એકબીજાનાં સારાનરસાં પાસાંથી વધુ પરિચિત થાવ. આવી સ્થિતિમાં આવક જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવા જોઈએ . મહેનત અને સચ્ચાઈ તમને સફળતા અપાવશે. સોમવારે આર્થિક વિકાસ. ગુરુવાર સુધીમાં લાંબા સમયથી અટકેલું કામ પાર પડે.

કન્યા (પ, ઠ, ણ)
તમારા માટે આ સફળતાનો સમયગાળો છે. તમારો દૃષ્ટિકોણ, ભવિષ્ય અંગેના વિચારો અને બુલંદ આત્મવિશ્વાસ એ તમારાં જમા પાસાં રહેશે અને તેને તમે કાર્યાન્વિત કરીને સફળતા હાંસલ કરશો. કામ અને સમયના આયોજનમાં તમારું ડહાપણ ઝળકશે. તમે તમારી પાસે પ્રાપ્ત છે તેવાં સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોતાં રહેવું. નોકરી ધંધામાં નવા આર્થિક સાધનો ઉભા કરી શકાય તેમ લાગે છે. મંગળવારે સિનિયર સિટીઝનની તબિયત સાચવવી. ગુરુવારે સારા સમાચાર મળે.

તુલા (ર, ત)
તમારી પ્રતિબદ્ધતા, આત્મવિશ્વાસ અને જવાબદારીઓમાં વધારો થાય. તમારી કાર્યપ્રણાલીમાં વધુ સારા ફેરફારો થાય, જે તમને આર્થિક લાભ તરફ આગળ વધારે. તમારામાં દયાભાવ અને માણસાઈના ગુણો વિકસે અને તેની અસર તમારાં કાર્યો ઉપર પડે. પોતાની સામાજિક અને આર્થિક રીતે પ્રગતિ થતી જોઈ શકાય. માત – પિતા થી લાભ મળી શકે. જરૂર કરતાં વધારે પૈસા મળવાની શક્યતા છે. પરંતુ ખર્ચ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે. મંગળવારે વાહન બાબતે કાળજી રાખવી. શુક્રવારે સંતાનની પ્રગતિના સમાચાર મળે.

વૃશ્ર્ચિક (ન, ય)
પરિવારજનો સાથે આનંદ પ્રમોદ કરવાનો તબક્કો છે. આપ તેને પાત્ર પણ છો. આપના પરિવાર માટે ઘણી બધી વસ્તુઓ પાછળ છૂટે હાથે પૈસા ખર્ચશો. આ સમયેગાળા દરમ્યાન થોડા સંવેદનશીલ પણ બનશો. સગા સંબંધી અને મિત્રવર્ગના જૂનાં સ્મરણો માનસપટ પર ઉભરાશે. ભૂતકાળમાં ડોકિયું કરવું સારી વાત છે, પરંતુ તે આપના પર પકડ ન જમાવી લે તે જોજો. તેમાંથી કંઇક શીખો અને ભૂલી જાઓ. રવિવારે સારા સમાચાર મળે. મંગળવારે સંબંધોની બાબતમાં વધારે ગંભીરતાથી ધ્યાન રાખવું પડશે.

ધન (ભ, ધ, ફ, ઢ)
વેચાણ અને વેપાર માટે ઉજ્જ્વળ તક ઊભી થાય. તમે અંગત અને લાગણીની બાબતોમાં સંડોવાયેલા રહેશો. તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. પ્રવાસ કરશો, પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, નવા વિચારો સ્ફરે, રચનાત્મક તરકીબો સૂઝે. ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. શનિવાર સારો જાય.

મકર (ખ, જ)
પરિવારમાં સિનિયર સિટીઝનની તબિયત સાચવવી. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માંગી લેશે. કાયદાકીય મુદ્દાઓ પણ કાળજી માંગી લેશે. અચાનક જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે. જેમના માટે આપ આ બધું જ કરી રહ્યા છો તે પરિવારને અવગણશો નહીં. આપનું ભવિષ્ય ઉજજ્વળ છે, ધંધો અને પરિવાર ઉપરથી નજર હટાવશો નહીં. પ્રેમીને કે જીવનસાથીને લઈને ગૂંચવણભરી સ્થિતિ સર્જાઇ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહે તે માટે બેલેન્સ જાળવવા સલાહ છે.

કુંભ (ગ, સ, શ, ષ)
પરિવાર કે મિત્રો સાથે સમસ્યા સર્જાય તો લાંબા વાર્તાલાપને અંતે તેનું નિરાકરણ થાય. વ્યક્તિગત, ભાવનાત્મક, કે આર્થિક દૃષ્ટિએ તકલીફ ઉભી ન થાય, તે માટે શાંતિ અને ધીરજ સાથે કામ લેવું. જો તમે માર્કેટીંગ કે વેચાણ નાં કામ સાથે સંકળાયેલા હોવ તો, આપની વિકાસયાત્રામાં સંદેશાવ્યવહાર અને સંપર્ક ઘણો મહત્ત્વના છે. જો તમે લોકોને મદદ કરશો તો જ લોકો આપને મદદ કરશે. તેથી તેમની પર વિશ્વાસ મૂકતાં અને જીવનમાં યોગ્ય સમયે તક ઝડપી લેવા ચક્રો ગતિમાન કરો. સફળતા જરૂર મળશે. શુક્રવારે કરેલા કામમાં સફળતા મળી શકે છે.

મીન (દ, ચ, થ, ઝ)
સંતાનની પ્રગતિ માટે ધ્યાન આપવાની જરૂર છે. તમે આ અઠવાડિયે ઘણા વ્યસ્ત રહેશો, પણ તમે પરિવારની દરકાર લેશો. ખરીદી કરશો. નાનો પ્રવાસ કરી સકશો , પણ સૌથી અગત્યનું એ છે કે તમે પૈસાને પ્રેમ કરશો. તમારી દરેક પ્રવૃત્તિમાં નોકરી, ધંધો અને પૈસા ચાલકબળ રહેશે. આ સમયગાળો આનંદન અને આવક માટે શુભ સંકેત બની રહેશે. પ્રેમ ઉપરાંત લગ્ન જેવી જીવનભરની ભાગીદારી બાંધવાનો આ સમય છે, શુક્રવારે ભવિષ્યમાં આગળ વધવા માટે નિર્ણાયક ભૂમિકા ઉભી થાય. શનિવાર સારો જાય. ગુરુવાર સાચવી લેવો જરૂરી છે. શનિવારે રાહત મળી રહે.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: HOROSCOPE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 2023માં કેસર કેરીનું ઉત્પાદન વધવાની શકયતા: કેસર કેરી માટે વાતાવરણ સાનુકુળ
Next Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ કલેક્ટરને શ્રેષ્ઠ અધિકારીનો એવોર્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?