આજે સુરેન્દ્રનગર, કચ્છમાં હીટવેવની આગાહી
13મી મેએ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસશે
ખાસ-ખબર સંવાદદાતા
કાળઝાળ ગરમીમાંથી થોડા દિવસો રાહત મળ્યા બાદ શનિવારથી સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ફરીથી હીટવેવનો રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે કંડલા એરપોર્ટમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો તો અમદાવાદમાં 43.1 અને રાજકોટમાં 42.7 ડિગ્રીએ પારો પહોચ્યો છે. બપોરે લૂ-વર્ષાના કારણે લોકો તાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આજે સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની સ્થિતિ રહેશે.રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મંગળવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સોમવારે કંડલા એરપોર્ટ પર 44.8 ડિગ્રી તાપમાન એટલે કે, રેડ એલર્ટથી સામાન્ય ઓછું તાપમાન નોંધાયુ હતું. આ સિવાય રાજકોટમાં 42.7 ડિગ્રી અને અમદાવાદમાં 43.7 ડિગ્રી અને અમદાવાદમાં 43.7 ડિગ્રી અને અમદાવાદમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
આ સિવાય ગાંધીનગર, અમરેલી અને વડોદરામાં 42.8 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી તેમજ ડીસામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
- Advertisement -
રાજકોટમાં આવેલી હવામાન વિબાગની કચેરીના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે શહેરમાં તાપમાનનો પારો 43
ડિગ્રીએ પહોચી ગયો હતો. 12 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા નગરજનોએ લૂ-વર્ષાનો અહેસાસ કર્યો હતો. બપોરથી હવામાાં ભેજનુ પ્રમાણ ઓછું રહેતા નગરજનોએ આકરા તાપનો અહેસાસ કર્યો હતો. તો આજે સવારે શહેરમાં તાપમાનનો પારો 28 ડીગ્રીને પાર થયો છે. તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા જેટલું નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ વધતા નગરજનોએ સવારે અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડ્યો હતો.