જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી નરાધમ બળાત્કારી ઓને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ

ગુજરાત માં દિવસે દિવસે વધી રહેલા બળાત્કાર ના બનાવો ને લઈને મહિલાઓમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. તો આવાં બળાત્કાર નાં વધતા જતા કિસ્સા ઓના કારણે ગુજરાત ની અસ્મિતા લઝવાઈ રહી છે. ત્યારે તાજેતરમાં ધ્રોલ ગામે બનેલી બે નરાધમોએ આચરાયેલા બળાત્કાર ની ધટના ના પડધા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આવા બળાત્કાર ગુજારનારા નરાધમો ને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે બુધવારના રોજ પાટણ પંથક ના ભરવાડ માલધારી સમાજ ના યુવાનો દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભરવાડ માલધારી સમાજ ના યુવાનો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આવા નરાધમો બેનો, દિકરીઓ ઉપર બળાત્કાર કરતા રહેશો તો ગુજરાતમાં મહિલા સલામત નહીં રહે અને સ્વતંત્ર ભારતમાં લોકશાહીનું મહત્વ પણ નહીં રહે ત્યારે આવાં નરાધમ બળાત્કાર કરનારાઓને તાત્કાલિક ધોરણે ઝડપી લઇને તેઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું અનાવાડા ગામના ભરવાડ સમાજના યુવા અગ્રણી હરેશભાઈ ભરવાડે જણાવ્યું હતુ.

  • જેઠીનિલેષ પાટણ