ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં રહેતા એક નિવૃત્ત કર્મચારીની ભિયાળ ગામે આવેલી જમીન ઉંચા ભાવે વેચાવી આપવાની લાલચ આપી તેમની પાસે ગુંદરણ ગામની જમીનનો સાટાખત કરાવી રૂપિયા પડાવ્યા હતા. અને પાછા નહોતા આપ્યા. આ ગુનામાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે. જૂનાગઢના જોષીપુરામાં આવેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતા નિવૃત્ત કર્મચારી ધનસુખભાઇ કુરજીભાઇ ધડુકની ભિયાળ ગામે આવેલી જમીન ઉંચા ભાવે વેચાવી આપવાની લાલચ આપી ગુંદરણ ગામની જમીનનો સાટાખત કરાવી રૂ. 57 લાખ મેળવ્યા હતા અને પછી ધનસુખભાઇને પાછા નહોતા આપ્યા અને છેતરપીંડી કરી હતી. આ અંગે ફરિયાદ થતા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ એન.આર. પટેલે તપાસ હાથ ધરી હતી. અને તાલાલાનાં ગુંદરણ ગામના લખમણભાઇ ભગવાનભાઇ કરમટા અને કાળુભાઇ ભગવાનભાઇ કરમટાની અટક કરી હતી. આ ગુનામાં પોલીસે બંનેને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેઓને તા. 15 જુન સુધીના રીમાાન્ડ પર સોંચવાનો હુકમ કર્યો હતો.
57 લાખની છેતરીપીંડીનાં કેસમાં ગુંદરણનાં બે ઝડપાયા
