દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મતદાન કરશે. વોટિંગ પ્રક્રિયાનો ભાગ બનતા પહેલા પીએમ મોદીએ ગુજરાતની જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.
આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
- Advertisement -
પીએમ મોદી એ ટ્વિટ કરી મતદાન માટે કરી અપીલ :
આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મતદાન કરશે. વોટિંગ પ્રક્રિયાનો ભાગ બનતા પહેલા પીએમ મોદીએ ગુજરાતની જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘આજે બીજા તબક્કામાં મતદાન થવાનું છે. હું તમામ લોકોને ખાસ કરીને યુવા મતદારો અને મહિલા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું.’ તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ સવારે 9 વાગે અમદાવાદમાં મતદાન કરવા જશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
- Advertisement -
— Narendra Modi (@narendramodi) December 5, 2022
અમિત શાહે કર્યું ટ્વિટ :
આ સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને લોકોને મતદાન પ્રક્રિયાનો ભાગ બનવાની અપીલ કરી છે. અમિત શાહે ટ્વીટ કર્યું કે ‘આજે ગુજરાતમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. હું આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે, ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે ચૂંટવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.’ અમિત શાહ નારણપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યાલયમાં સ્થાપિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપશે.
ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ.
તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.
— Amit Shah (@AmitShah) December 5, 2022
અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું :
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને જનતાને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી ગુજરાતની નવી આશાઓ અને આકાંક્ષાઓની ચૂંટણી છે. દાયકાઓ પછી આ એક મહાન તક છે. ભવિષ્ય તરફ જોતા ગુજરાતની પ્રગતિ માટે ચોક્કસ મતદાન કરીને આવો, આ વખતે કંઈક અલગ અને અદ્ભુત કામ કરીને આવો.
दूसरे चरण में आज गुजरात की 93 सीटों पर मतदान है। सभी मतदाताओं से मेरी अपील-
ये चुनाव गुजरात की नई उम्मीदों और आकांक्षाओं का चुनाव है। दशकों बाद आया एक बहुत बड़ा मौक़ा है। भविष्य की तरफ़ देखते हुए गुजरात की उन्नति का वोट ज़रूर देकर आएँ, इस बार कुछ अलग और अद्भुत करके आएँ।
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 5, 2022