મહાનગરપાલિકાના કામોમાં ગુણવત્તા જાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમના હસ્તે શહેર માટે રૂ. ૨૬૮ કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોતાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ સ્વ. વિજય રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નવનિર્મિત પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વ. પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધિની પ્રોજેફટ અંતર્ગત તેજસ્વી દીકરીઓને સન્માનવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિજયભાઈનું જીવન સાદગીપૂર્ણ હતું અને ગરીબ તથા જરૂરિયાતમંદો માટે તેમનું કાર્ય પ્રેરણારૂપ છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા સુધારાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૭ટકાથી ઘટીને ૧ ટકા સુધી પહોંચ્યો છે. આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દિલ્હીના જંતરમંતર પર થયેલા આંદોલનની ટીકા કરતા જણાવ્યું હતું કે સંસ્કાર વગરનું શિક્ષણ નકામું છે અને ગમે તેટલો આક્રોશ હોય પણ સંસ્કાર ભૂલવા ન જોઈએ. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના રૂ ૧૫૩.૩૫ કરોડના ૧૩ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને હૈં. ૯૪.૪૨ કરોડના ૧૩ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીના નવનિર્મિત ઓડિટોરિયમ, ન્યૂ લાઈબ્રેરી અને હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કરાયું હતું. આ સમારંભમાં મનપાના પદાધિકારીઓ, મહાનુભાવો, યુનિવર્સિટીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી ઓડીટોરિયમ ખાતે સ્વ. પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતેના કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીના જન્મ દિવસ નિમિતે વંદન કરું છું. વિજયભાઈનું જીવન સાદગી પૂર્ણ હતું. દરેક કાર્યકર્તા પ્રત્યે આત્મીયતાનો ભાવ હતો. ગરીબ, વંચિત, જરૂરિયાત મંદ માટે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટાડીને ૧ ટકા પહોંચ્યો છે. આ સાથે જ દીક્ષા ગ્રહણ કરનાર વિધાર્થીઓને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. ૨૦૪૭માં વિકસિત ભારતના સંકલ્પને પૂરું કરવામાં સામાજિક સંસ્થાઓનો ફાળો પણ મહત્વનો રહેશે તેમ જણાવ્યું હતું.
- Advertisement -
હું ધારાસભ્ય હતો ત્યારે યોગ ક્લાસિસમાં ગયો હતો. મને કહ્યું તમે બોલશો. મેં ના પાડી બોલવાની તો ખૂબ તાળીઓ પડી. એટલી જ તાળીઓ આજે જીતુભાઈ માટે પડવી જોઈએ. દરેક વખતે બોલવું જરી હોતું નથી. વિકાસ કેવો હોય, કેટલો હોય એ પ્રધાનમંત્રીએ આપણને અનુભવ કરાવ્યો છે. બધાનો સ્વભાવ હોય કે જેમ જેમ ફેસેલીટી વધતી જાય તેમ તેમ નવી નવી ફેસેલીટીની ઝંખના હોય.યોગા કરીએ તો આયુષ્માન કાર્ડની જરૂર ન પડે. યોગા ન કરીએ તો આયુષ્માન કાર્ડ તો છે જ. વિકાસને બે રીતે જોવો જોઈએ આર્થિક અને સામાજિક.આ બન્ને પેરેલલ થાય એ જરૂરી છે. મનપામાં જે નવા રોડ બનાવવાના હોય તે છઈઈના બને તેવો નિર્ણય છે. કોમનવેલ્થમાં ૩૯ મેડલ આપણને મળ્યા છે. ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે ત્યારે ગુજરાતના ખેલાડીઓ મેડલ લાવે તો ગુજરાતનું ગૌરવ વધે.
કામ કવોલિટીવાળું કરજો’ – CMની ટકોર
મેયર નેહલ શુક્લે આગામી સમયમાં વધુ ૨૫૦૦ કરોડના કામો આપવાની આશા વ્યક્ત કરી હતી, જેના જવાબમાં મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં ટકોર કરી હતી કે, “વિકાસકામો માટે જેટલું જોશે એટલું આપીશું, પણ કામ ક્વોલિટીવાળું કરજો.” કાર્યક્રમ દરમિયાન જીતુભાઈ વાઘાણીએ સમયના અભાવે સ્પીચ ન આપતા મુખ્યમંત્રીએ હળવા મૂડમાં રમુજ કરતા કહ્યું હતું કે, “હું અગાઉ એક કાર્યક્રમમાં બોલ્યો નહોતો તો ખૂબ તાળીઓ પડી હતી, એવી જ તાળીઓ આજે જીતુભાઈ માટે પડવી જોઈએ. દરેક વખતે બોલવું જરૂરી હોતું નથી.” તેમણે ઉમેર્યું હતું કે મનપામાં હવે નવા રોડ સીસીના બનાવવાનો નિર્ણય લેવાયો છે. રમતગમત અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે, ત્યારે રાજ્યના ખેલાડીઓ મેડલ લાવી દેશનું ગૌરવ વધારે તે જરૂરી છે.




