ગોંડલ
વ્હાલની ઢગલી પર પગલી પાડે એનું નામ દીકરી, પિતાના શરીર ની બહાર હરતું ફરતું હૃદય એનું નામ દીકરી ના સૂત્રમાં માનનારા ગોંડલ ના ટેટુ આર્ટિસ્ટ ધર્મેન્દ્ર મકવાણા એ પોતાની પુત્રીના પહેલા જન્મદિને પુત્રી એલિન નું જ સચિત્ર ટેટુ બનાવડાવી અનોખી રીતે લાગણી વ્યક્ત કરી છે
છેલ્લા દસ વર્ષ થી ટેટુ ના વ્યવસાય સાથે જોડાયેલ ધર્મેન્દ્ર ભાઈ ને દીકરી ના જન્મદિવસ પર કંઈક અલગ વિચાર આવ્યો હતો કોરોના મહામારી ના લીધે જન્મ દિવસ ની ઉજવણી કરી ન હતી પણ જૂનાગઢ પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જે સંસ્થા દિવ્યાંગો માટે કામ કરે છે ત્યાં રહેલ બાળકો ને ભોજન કરાવી ને એલિન નો જન્મ દિવસ ઉજવ્યો હતો.
પુત્રીના પહેલા જન્મદિને ટેટુ આર્ટીસ્ટ એ
પોતાના શરીર પર પુત્રીનું પોઇટ્રેટ પરમનન્ટ ટેટુ બનાવી અનોખી રીતે ઉજવણી કરી છે