ગોંડલ

હાલ કોરોના મહામારી અને દિવાળી ના તહેવાર ને લઈને ટ્રાફિક થી ધમધમતા વિસ્તારો માં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ગોંડલ પોલીસ ના પીઆઇ એસ.એમ.જાડેજા, PSI બી.એલ.ઝાલા, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ, ડી સ્ટાફ સહિત ના પોલીસ અધિકારી સાથે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી ફૂટ માર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. નાની મોટી બજાર – ગુંદાળા શેરી, બસ સ્ટેન્ડ રોડ, કડીયા લાઈન, ગુંદાળા રોડ, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ, સહિત ના વિસ્તારો માં આડેધડ પાર્કિંગ ને લઈને વાહનો ને દંડ ફટકારવામાં આવ્યો, બ્લેક ફિલ્મ વાળી કાર ની બ્લેક ફિલ્મ કાઢવામાં આવી લાઇસન્સ વગર ના અને નંબર પ્લેટ વગર ના બાઈક અને કાર ચાલકો ને હાજર દંડ ફટકારવામાં આવ્યો હતો.