ગોંડલ તાલુકા પોલીસ ના જમાદાર વિપુલભાઈ ગુજરાતી, કૃષ્ણરાજસિંજ જાડેજા અને પ્રફુલભાઈ પરમાર સહિતનાઓ એ તાલુકાના સુલતાનપુર ગામે સુમિત રાજુભાઇ મકવાણા ને વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂ. 4800 કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી મંગાવ્યો હતો અને છેલ્લા કેટલા સમયથી દારૂનો વેપલો કરી રહ્યો હોવા અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.