ફેસબૂક ચેટનાં સ્ક્રીનશોટ્સ જાહેર થતાં ફૂટ્યો ભાંડો, ગુરુ ઢગા ઠગતની જેમ આ અધિકારીને દિમાગમાં થઈ શુક્રાણુની ગાંઠ
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવાનાં બહાને ખુદ કરે છે “ગુપ્તદર્શન” અધિકારીની નોકરી પર આવશે જોખમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગાંધીનગર સચિવાલયમાં એક એવા કલાસ-2 ઓફિસર છે જે ફેસબુક પર પોતે સચિવાલયનો મોટો અધિકારી છે તથા મોટિવેશનલ સ્પીકર અને કારકિર્દી બનાવવાના માર્ગદર્શક તરીકેની છાપ ઊભી કરીને અણસમજુ યુવતીઓને ફસાવી રહ્યો છે.
આ વ્યક્તિનું નામ છે કુણો કુણો ખાંડવી. હમણાં જ ફેસબુક પર તેના કોઈ યુવતી સાથેના અત્યંત ગંદી ભાષામાં વોટ્સેપ ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા. આ ચેટ વાંચો તો પણ સમજાશે કે આ માણસના મનમાં કેટલી વિકૃતિ ભરી છે.
આ વ્યક્તિ ફેસબુક પર મહાન મોટી વાતો કરે છે, ઓફીસના કામના કલ્લાકોમાં પણ સતત ઓનલાઇન જોવા મળે છે. પરંતુ અંદરથી તેના મનમાં સ્ત્રીઓને અને યુવતીઓને ફસાવવાના ઈરાદા છે. માત્ર ઓફિસર હોવા છતાં આ માણસ જો આટલી હદે જઈ શકતો હોય તો એને જો હકીકતે કોઈ એવી મોટી પોસ્ટ મળી જાય તો તેની સાથે સંકળાયેલી સ્ત્રીની શું હાલત કરે તે જરા વિચારવા જેવુ છે.
- Advertisement -
ઉપરોક્ત કિસ્સામાં પીડિતા સમાજ અને પરિવારના ડરથી તથા સદરહુ ઓફિસરની ધાકધમકીના ડરના કારણે સામે આવવા માંગતી નથી. પણ આ ડામીચ અધિકારી પોતાનાં વિકૃત ઢગા આકાનાં પગલે જ શુદ્ધ દેશી વુમનાઇઝર બન્યો છે અને રાત-દિવસ ફેસબૂક પર પડ્યા પાથર્યા રહીને ઇશ્ર્કબાજી કરે છે, ઘેલી મુગ્ધાઓને પોતાનાં આકાની જેમ જ ફસાવે છે અને વિકૃત ઢગા આકાની માફક જ હાથીનાં કાન ફાટી જાય તેવી મોટી-મોટી વાતો કરે છે. આવનારા દિવસોમાં “ખાસ-ખબર” આ મામલે અનેક મોટાં ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે.
કુણા-કુણા ખાંડવીએ ફેસબૂક પર અનેક યુવતીઓને ફસાવી તેમની જિંદગીની ખાંડી નાખી
કુણા કુણા ખાંડવી ગાંધીનગરમાં ક્લાસ ટુ ઓફિસર હોવાની સાથેસાથે લખી-બોલી બે નંબરના ધંધા કરવા પણ પંકાયેલા છે. એક યુવતીને શિકાર બનાવી શોષણ કર્યાનું તેનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું અને ફેસબૂક પર એવી તરહતરહની ચર્ચાએ જોર પકડ્યું કે કુણા કુણા ખાંડવીની પાપલીલાનો ઓનલાઈન પર્દાફાશ થયો. કુણા કુણા ખાંડવીએ ફેસબૂક મારફતે મીઠી મોટિવેશનલ વાતો કરી અનેક યુવતીઓ અને મહિલાઓને પોતાની શિકાર બનાવી અને શરીર સુખથી લઈ તમામ સ્વાર્થ સંતોષાયા બાદ તરછોડી દીધી હોવાનું માલૂમ પડી રહ્યું છે. આ દેખાવડા દાનવ કુણા કુણા ખાંડવીએ કુલ કેટલી યુવતીઓને ફસાવી તેમની જિંદગીની ખાંડી નાખી છે તેની વધુ વિગતો મેળવાઈ પુરાવાસહ અહેવાલ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.