પહેલાં દિવસે મહાઆરતી અને સત્યનારાયણની કથા: હજારોની સંખ્યામાં બાપ્પાના આશીર્વાદ લેવા ભક્તો ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે સવારે શુભ મુર્હુતમાં વાજતે ગાજતે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી તથા પ્રથમ દિવસે 7 તારીખની મહાઆરતી સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ધ્વારા કરવામાં આવેલ હતી તથા આરતી પૂર્ણ થયા બાદ સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ હતી.
તા. 8-9-2024 ના રોજ સાંજે મહાઆરતીમાં મુળ ભારતીય અને હાલ પોલેન્ડના રહેવાશી શ્રી બ્રિજેશ દિલીપભાઈ નંદાણી કે જેઓએ યુક્રેન તથા રશિયાના યુધ્ધ દરમિયાન હજારો સ્ટુડન્ટને પોતાના ખર્ચે પોતાની હોટલમાં રહેવા તથા જમવાની સગવડ તદ્દન મફતમાં કરી આપી ભારત દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી તે “સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ ના સભ્ય છે તેમના તથા તેના સમગ્ર પરિવાર ઘ્વારા કરવામાં આવેલ હતી. “સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ” આયોજીત ગણેશ મહોત્સવમાં શરૂઆતથી રોજના 25000 થી 30000 ભાવિકો દર્શન કરવા આવે છે તથા પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે માનતા રાખે છે. “સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ ના તમામ સભ્યો દરેક ભાવિકોને ગણપતિ મહોત્સવ માં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.
રાજકોટ શહેર મધ્ય ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્ર્વર ચોક ખાતે છેલ્લા આઠ વર્ષથી સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે જેમાં આ વર્ષે ગણેશ પંડાલ જોધપુર મારબલ ગોલ્ડન ઈફેક્ટ ઉપર આધારિત છે જે જોધપુરના માસ્ટર્સ દ્વારા બનાવવામાં આવેલી છે તથા ગણપતિ મહોત્સવની થીમ ગોલ્ડન મીરર આધારિત છે તેમજ જે રાજસ્થાનના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી છે, જે સમગ્ર ડીઝાઈન ખોડલધામ ઈવેન્ટના અશોકભાઈ લુણાગરીયા દ્વારા તૈયાર કરવામાં આવેલી છે. આમ ગોલ્ડન મીરર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવના દર્શન કરવા માટે રાજકોટની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડશે.
સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8-30 કલાકે મંગળાઆરતી, સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયનઆરતી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક દિવસ દરેક ભાવિકોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે. દરેક દિવસે 25000થી 30000 ભાવિકો દર્શનનો લાભ લે છે તથા પોતાની માનતા પૂરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા. 50,00,000નો વિમો લેવામાં આવ્યો છે. તા. 7-9ના રોજ સવારે 8-15 કલાકે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવશે તથા રાત્રે 9-00 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલી છે. તા. 12-9ના રોજ વૃદ્ધાશ્રમનો આરતી તથા જમણવાર રાખવામાં આવ્યો છે. તા. 13-9ના રોજ અનાથ બાળકોનો જમણવાર તથા તા. 15-9ના બ્લડ ડોનેશન કેમ્પ તથા સાંજે 5-00 કલાકે અન્નકૂટ દર્શન રાખવામાં આવેલા છે. તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
- Advertisement -
ગણપતિ મહોત્સવ તા. 7-9થી તા. 17-9 સુધી ચાલશે તેમજ સરકારના નિયમો મુજબ 9 ફૂટની ઊંચાઈની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે તથા વિસર્જન તા. 17-9ના રોજ પોલીસ કમિશનરની સૂચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.