મોરબી જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે વધુ 4 નવા કેસ આવ્યા છે. જોકે અગાઉના 2 પોઝિટિવ દર્દી પણ રિકવર થયા છે તેથી હાલ એક્ટિવ કેસની સંખ્યા 4 રહી છે. મોરબીમાં પણ ફરી એકવાર કોરોના કેસ સામે આવી રહ્યા છે. સોમવારે સાંજ સુધીમાં મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાત પર પહોંચી છે. જેમાં મોરબી શહેરના બે નવા દર્દીઓનો સમાવેશ થાય છે. અગાઉ મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા પાંચ હતી પરંતુ બે દર્દી રિકવર થયા હતા. જેની સામે આજે ચાર દર્દી નવા સામે આવતા હાલ એક્ટિવ કેસની સંખ્યા સાત પર પહોંચી છે. મોટાભાગના દર્દીઓની હાલત ચિંતા જનક ન હોવાનું પણ આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળી છે. પૂર્ણ થવાથી અલગ અલગ જગ્યાએ ફરવા ગયેલા પરત ફર્યા છે છે. ત્યારે આવા લોકો માંથી જો ઇન્ફેકટેડ હશે કે કેમ તે પણ સવાલ છે.
મોરબીમાં વધુ ચાર દર્દી કોરોના પોઝિટિવ, કુલ કેસની સંખ્યા સાત સુધી પહોંચી

Follow US
Find US on Social Medias