ખાસ-ખબર ન્યૂઝ નાગેશ્રી
નાગેશ્રી પોલીસે સ્ટેશનના સગીર બાળાના અપહરણ ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને સાવરકુંડલા ડીવીઝન નાસતા ફરતા સ્ક્વોડે ઝડપી પાડયો હતો. સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કવોડના ઇન્સાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.ગળચાર તથા પોલીસ સ્ટાફ દ્વારા નાગેશ્રી પો.સ્ટે.
- Advertisement -
એ.પાર્ટ.11193040250013/2025 BNS કલમ 137(2),87 મુજબના ગુન્હાના કામનો આરોપી છેલ્લા પાંચ મહીનાથી નાસતો ફરતો હોય અને મ્હે.એડી.સેશન્સ જજ રાજુલા તરફથી ઇ.ગ.જ.જ. કલમ.72 મુજબનુ વોરંટ ઇસ્યુ કરેલ હોય જે મજકુર આરોપીની સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કવોડને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ સોર્સની મદદથી સાવરકુંડલા તાલુકાના નાળ ગામેથી ભોગ બનનાર સાથે આરોપી ઉપેન્દ્ર સોમાતભાઇ જાદવને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે નાગેશ્રી પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે. આ કામગીરીમાં સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કવોડના ઇન્સાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.ગળચર, મહેશભાઇ મહેરા, લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, મહેશભાઇ બારૈયા, પરેશભાઇ બારૈયા, ભારતીબેન પરમાર દ્વારા કરવામાં આવેલ છે.