18 દર્દીઓને આપવામાં આવી ‘ડોસ્ટારલિમેબ’ નામની દવા: બધા સાજા થઇ ગયા
6 મહિના સુધી દવાનો ડોઝ અપાયો : જોવા મળ્યા ચમત્કારિક પરિણામો
- Advertisement -
વિશ્વમાં પહેલીવાર એક દવાના ટ્રાયલમાં સામેલ કેન્સરના બધા દર્દીઓ સાજા થઇ ગયા. જો આ ટ્રાયલ 18 દર્દીઓ પર જ થયું છે તેમને 6 મહિના સુધી ‘ડોસ્ટારલિમેબ’ નામની દવા આપવામાં આવી હતી. જે પછી દર્દીઓનું રેકટલ કેન્સર ઠીક થયું. બધા દર્દીઓમાંથી કેન્સર ટયુમર ગાયબ થયાનું જોવા મળ્યુ હતું.
એક ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ મુજબ, એક નાનકડા ક્લિનિકલ ટ્રાયલમાં18 દર્દીઓને 6 મહિના માટે ‘ઉજ્ઞતફિંહિશળફબ’ નામનું ડ્રગ આપવામાં આવ્યું કે જેના ચમત્કારિક પરિણામ જોવા મળ્યા અને આ તમામ લોકોનું ટ્યુમર ‘ગાયબ’ થઈ ગયું. મળતી માહિતી મુજબ, ‘ડોસ્ટારલિમેબ’ લેબમાં ઉત્પાદિત ‘ળજ્ઞહયભીહયવાળી દવા’ છે જે માનવ શરીરમાં સબ્સ્ટીટ્યુટ એન્ટિ બોડી તરીકે કામ કરે છે. મળાશયના કેન્સરના તમામ 18 દર્દીઓને એક જ દવા આપવામાં આવી કે જેના ચોંકાવનારા પરિણામ આવ્યા અને દરેક દર્દીનું કેન્સર પૂર્ણ રીતે ખતમ થઈ ગયું. શારીરિક પરિક્ષણ, એન્ડોસ્કોપી, પીએટી સ્કેન અથવા એમઆરઆઈ સ્કેનમાંતેના કોઈ લક્ષણ જોવા મળ્યા નહીં. ન્યૂયોર્કના ડોક્ટરે કહ્યું કે કેન્સરના ઈતિહાસમાં આવું પહેલી વખત થયું છે.
એક ઈન્ટરનેશનલ રિપોર્ટ મુજબ, ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ દર્દીઓને પોતાના અગાઉના ઉપચારમાં કેન્સર ‘મટાડવા’ માટે કીમોથેરેપી, રેડિયેશન અને ઈનવેસિવ સર્જરી જેવા કઠિન ઉપાયોનો સામનો કરવો પડ્યો હતો. જેના પરિણામ રૂપે કેટલાંક રોગ થાય તેવી પણ આશંકા હતી. જેથી આ 18 દર્દીઓ આગામી તબક્કા માટે ક્લિનિકલ ટ્રાયલમાં ગયા, ત્યારબાદ તેઓને કોઈ સારવારની જરૂર પડી નહીં.
- Advertisement -
હવે મેડિકલની દુનિયામાંઆ પરિણામની ચર્ચા થઈ રહી છે. મીડિયા સાથેની ચર્ચામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક્સપર્ટ ડોક્ટરે જણાવ્યુંકે અગાઉ ક્યારેય એવું સાંભળ્યુંનથી કે કેન્સર સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયું હોય. જે દુનિયામાંઆ પ્રકારનુંપ્રથમ રિસર્ચ છે. રિપોર્ટ દરમિયાન, હોસ્પિટલમાં દાખલ 18 કેન્સરના દર્દીઓ પર આ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને પરિણામમાં જાણવા મળ્યું હતુંકે, દવા આપ્યા પછી ડોક્ટરોને 18 દર્દીઓના શરીરમાં કેન્સરના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. જો કે 18 દર્દીઓના આ સેમ્પલનું કદ નાનુંછે, પરંતુ તેમ છતાંતેના પરિણામોને આ જીવલેણ રોગની સારવારની દિશામાંબદલાતો ખેલ માનવામાં આવી રહ્યો છે અને આ દવાનો ઉપયોગ કેન્સરની બિમારીની સારવાર માટે થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.