ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 13000 રન બનાવનાર બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી ચાર દિવસીય ટેસ્ટ મેચના પહેલા દિવસે તેણે આ સિદ્ધિ હાંસલ કરી.રૂટે તેની 153મી ટેસ્ટ ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે, રૂટ ટેસ્ટ ક્રિકેટમાં 13000 રન બનાવનાર વિશ્ર્વનો પાંચમો અને ઇંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. રૂટ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ઠઝઈ) માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. ઝિમ્બાબ્વે સામે રમતા જો રૂટે 80મી ઓવરના પહેલા બોલ પર રન લઈને 13000 રનનો આંકડો પાર કર્યો. આ રેકોર્ડ બનાવવા માટે તેને 28 રનની જરૂર હતી. તેણે જેક્સ કાલિસનો રેકોર્ડ તોડ્યો, જેમણે 159 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં, સચિનનો સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પણ હવે જોખમમાં મુકાઈ રહ્યો છે. સચિનના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન છે, એટલે કે 15921.
ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે 13000 રન બનાવી રચ્યો ઇતિહાસ : સચિનનો રેકોર્ડ તોડશે

Follow US
Find US on Social Medias