જિન જીજી હિમાલયન જ્યુનિપર, દાર્જિલિંગ ચા, તુલસી, કેમોમાઈલ અને ભારતીય વનસ્પતિઓનો પસંદગીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે
જિન જીજીને લંડન સ્પિરિટ્સ સ્પર્ધા 2025માં ‘સ્પિરિટ ઓફ ધ યર’નો ખિતાબ એનાયત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
શરાબ, સિગારેટ, તંબાકુ વગેરે જેવા નશાકારક પદાર્થો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નશીલા પદાર્થોનું સેવન ટાળવું એ સૌના હિતમાં છે. કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોને પ્રોત્સાહન આપી ન શકાય પરંતુ ક્યારેકને ક્યારેક કોઈને કોઈ કઈકને કઈક કારણોસર નશાનું આદિ બની જતું હોય છે, આ સંજોગોમાં નશો નુકસાનકારક ન બને તે માટે ચુનીંદા-ચહિતા પદાર્થોનું જ સેવન કરવું આવશ્યક છે એ પણ નિશ્ચિત માત્રમાં જ, જેમ કે આલ્કોહોલમાં જિન. જો આલ્કોહોલની વાત કરવામાં આવે તો રમ, વોડકા, વ્હિસ્કી કે સ્કોચની સરખામણીમાં જિનનું સેવન ઓછું નુકસાનકર્તા કહી શકાય. કારણ છે, સદીઓથી જિનનો ઉપયોગ ઔષધિય ઉદ્દેશ સાથે થતો આવ્યો છે. બીયર અને વાઈનની તુલનામાં જિનમાં કેલેરી ઓછી હોય છે. જિનમાં રહેલા સુપર ફ્રૂટ્સ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવે છે. જાણકારોના મતે સુગર પેશેન્ટ માટે જિન સારું છે! તેમાં સુગર ઓછું હોય છે. તે વધતી ઉંમર અટકાવે છે અને તંદુરસ્તી બરકરાર રાખે છે. બેરીજ, સૂકી દ્રાક્ષ, કોથમીર, તજ, લવિંગ, મરી, લીંબુ વગેરે વનસ્પતિના તત્વ જિનને અફલાતૂન આલ્કોહોલની શ્રેણીમાં પહોચાડી આપે છે.
જો શ્રેષ્ઠ જિનની વાત કરવામાં આવે તો ભારતનાં જિન જીજીને આ વર્ષની લંડન સ્પિરિટ્સ સ્પર્ધામાં98પોઈન્ટ અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ સાથે તે2025માં વિશ્વનું સૌથી વધુ રેટિંગ ધરાવતો શ્રેષ્ઠ જિન બની ગયો છે. ભારતીય બનાવટના દારૂ માટે આ એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય. પીક સ્પિરિટ્સ કંપની દ્વારા ઉત્પાદિત ડ્રાય જિન જીજીને લંડન સ્પિરિટ્સ સ્પર્ધા 2025માં ‘સ્પિરિટ ઓફ ધ યર’નો ખિતાબ એનાયત થયો છે. જિન જીજી હિમાલયન જ્યુનિપર, દાર્જિલિંગ ચા, તુલસી, કેમોમાઈલ અને ભારતીય વનસ્પતિઓની પસંદગીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જિન જીજી બનાવનાંરી કંપની પીક સ્પિરિટ્સના સ્થાપક અંશ ખન્નાએ જણાવ્યું હતું કે, ભારત પાસે હંમેશા વિશ્વ કક્ષાના આલ્કોહોલ બનાવવા માટે જરૂરી ઘટકો રહ્યા છે,પરંતુ તેને ટોચ પર લઈ જવા માટે વિશ્વાસ અને કારીગરી જરૂરી છે.વિશ્વના સૌથી વધુ રેટિંગ ધરાવતા જિન અને આ વર્ષના શ્રેષ્ઠ સ્પિરિટ તરીકે ઓળખ મેળવવી એ ફક્ત અમારા માટે જ નહીં પરંતુ વૈશ્વિકસ્તરે ભારત માટે પણ એક સારી બાબત છે.
- Advertisement -
લંડન સ્પિરિટ્સ સ્પર્ધા શું છે?
લંડન સ્પિરિટ્સ સ્પર્ધા એ બેવરેજ ટ્રેડ નેટવર્ક દ્વારા આયોજિત એક આંતરરાષ્ટ્રીય સ્પિરિટ્સ સ્પર્ધા છે. તેનો હેતુ ચોક્કસ આલ્કોહોલ પીનારાઓની પસંદને ઓળખવાનો, માર્કેટેબલ દારૂ બ્રાન્ડ્સને તપાસવાનો, પુરસ્કાર અને પ્રોત્સાહન આપવાનો છે.આ સ્પર્ધામાં બારટેન્ડર, બાર માલિકો અને દારૂ ખરીદનારાઓ નિર્ણાયક હોય છે. સ્પર્ધામાં ગુણવત્તા, મૂલ્ય અને પ્રસ્તુતિના આધારે આલ્કોહોલનું મૂલ્યાંકન તેમજ પુરસ્કાર નક્કી થતા હોય છે.આ સ્પર્ધામાં વર્તમાન વર્ષે 30થી વધુ દેશોમાંથી 500થી વધુ એન્ટ્રીઓ આવી હતી,જેમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય જિન હાઉસ અને હેરિટેજ સ્પિરિટ લેબલ્સનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ભારતીય બનાવટનાજિન જીજીના પ્રભાવશાળી પ્રદર્શને ભારતને વૈશ્વિક જિન બજારમાં મોખરે લાવ્યું છે.
જિન જીજી અર્થ શું થાય? શોધ ક્યાં થઈ?
જીજી નામ હિન્દી શબ્દ જીજીવિષા પરથી ઉતરી આવ્યું છે,જે જીવનની ઈચ્છા દર્શાવવા માટેનો શ્રેષ્ઠ શબ્દ છે. આ પ્રકારે જિન જીજી એ ભારતના વૈવિધ્યસભર પરિદ્રશ્યનું સંશોધન કહી શકાય.ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી વૈવિધ્યસભર વનસ્પતિઓનું ઘર છે. વિશ્વભરના મસાલાના કબાટમાં સંગ્રહિત ઘણી બધી ઔષધિઓ અને મસાલા ભારતમાંથી આવે છે. આપણા ખોરાક,દવા અને આજીવિકાને પ્રભાવિત કરતા સ્વાદો ભારતમાંથી આવે છે. ભારત સ્વાદનું જન્મસ્થળ છે. જિન અને ટોનિકના મૂળ ભારતના સમૃદ્ધ ઇતિહાસમાં છે. આ પીણું ભારતમાં શોધાયું હતું,આશ્ચર્યજનક રીતે તે સર્જનાત્મક શોધ કરતાં સમયની જરૂરિયાત તરીકે હતું :ટોનિક પાણી,જેમાં ક્વિનાઇન હતું.તે બ્રિટિશ સૈનિકો દ્વારા મેલેરિયાથી બચવા માટે વપરાતી દવા હતી. બાદમાંતેમાં વનસ્પતિ અને અન્ય ઔષધિઓ ઉમેરવામાં આવતા ડ્રાય જિન બની ગયું. જિન જીજી સિવાય અમૃતનું નીલગિરી તથા બોમ્બે સેફાયર નામના ડ્રાય જિન પણ ખૂબ પીવાઈ છે.