PAK આર્મી ચીફને કટ્ટરપંથી ગણાવ્યા, તેમના લખણમાં જ દેખાય છે; PAKને સંદેશ- આતંકી હુમલાઓ ચાલું રહેશે, તો પરિણામ ભોગવવા પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વિદેશ મંત્રીએસ જયશંકર યુરોપના ત્રણ દિવસના પ્રવાસે છે. હાલમાં તેઓ નેધરલેન્ડમાં છે. તેમણે અહીં આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાન અને કાશ્ર્મીરના મુદ્દા પર ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને કટ્ટરપંથી ગણાવ્યા છે. નેધરલેન્ડ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના વિચારો અને વર્તનમાં ધાર્મિક કટ્ટરતા સ્પષ્ટપણે દેખાય છે. તેમણે વધુમાં કહ્યું- ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓ જ્યાં પણ છુપાયેલા હશે ત્યાં જઈને અમે મારીશું,પછી ભલે તેઓ પાકિસ્તાનમાં જ કેમ ન હોય.
જયશંકરે કહ્યું કે યુદ્ધવિરામ એક કામચલાઉ ઉકેલ છે. પાકિસ્તાન સાથેના સંઘર્ષના કાયમી અને ટકાઉ ઉકેલનો માર્ગ શું હશે? અમે આતંકવાદનો નિર્ણાયક અંત લાવવા માંગીએ છીએ. યુદ્ધવિરામને કારણે, બંને દેશો એકબીજા સામે લશ્ર્કરી કાર્યવાહી કરી રહ્યા નથી, પરંતુ જો પાકિસ્તાન તરફથી આતંકવાદી હુમલાઓ આ રીતે ચાલુ રહેશે, તો તેનું પરિણામ તેણે ભોગવવું પડશે. પાકિસ્તાનીઓએ આ વાત સારી રીતે સમજવાની જરૂર છે. જયશંકરે અસીમ મુનીરના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો. આમાં તેમણે કાશ્ર્મીરને પાકિસ્તાન માટે ’ગળાની નસ’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકો ક્યારેય ભૂલી શકતા નથી કે તેઓ હિન્દુઓથી અલગ છે.
મુનીરે ઝીન્નાના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતની કહાની બાળકોને સંભળાવવાની હિમાયત કરી હતી જેથી તેઓ સમજી શકે કે ભાગલા શા માટે પડ્યા હતા.
આ ઘટનાના માત્ર 5 દિવસ પછી પહેલગામ આતંકવાદી હુમલો થયો. જયશંકરે કહ્યું કે આ હુમલો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમણે લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા હતા.તેમણે કહ્યું કે ભારતે બધા દેશોને સ્પષ્ટપણે કહ્યું છે કે જો પાકિસ્તાન ગોળીબાર બંધ કરવા માંગે છે, તો તેણે ભારતીય જનરલને ફોન કરીને આ વિશે જણાવવું પડશે.
યુદ્ધ રોકવામાં અમેરિકાની ભૂમિકાના સવાલ પર, જયશંકરે કહ્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો, ત્યારે અમેરિકા સહિત ઘણા દેશોએ સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
અમેરિકા એકમાત્ર એવો દેશ નહોતો. કેટલાક અન્ય દેશો પણ વાતચીત કરી રહ્યા હતા, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ગોળીબાર બંધ કરવાનો નિર્ણય ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત પછી લીધો હતો. જયશંકરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્ર્કરી કાર્યવાહી રોકવા માટે સીધી વાતચીત થઈ હતી.
- Advertisement -
અમારે સાથીની જરૂર છે, ઉપદેશકોની નહીં: એસ. જયશંકરે ભારત-પાક. મુદ્દે યુરોપિયન દેશોને તતડાવ્યા
વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને પાકિસ્તાન સાથે તંગદિલી મુદ્દે ઉપદેશ આપનારા યુરોપિયન દેશોને તતડાવ્યા છે. એસ. જયશંકરે નેધરલેન્ડની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં કહ્યું કે, ભારતને પાર્ટનર (સાથી)ની જરૂર છે, ઉપદેશકોની નહીં. યુરોપિયન યુનિયને પહેલાં વાસ્તવિકતા પર નજર કરવી જોઈએ અને બાદમાં અમને ઉપદેશ આપે. યુરોપની તકલીફો વિશ્ર્વની સમસ્યા છે. પરંતુ વિશ્ર્વની તમામ સમસ્યાઓ યુરોપની નથી. યુરોપ માને છે કે, જે તેનું છે તે તેનું જ છે, અને અમારા પર પણ તેનો હક છે. ખરેખર યુરોપે પોતાની આ માનસિકતામાંથી બહાર આવવુ જોઈએ.ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી મુદ્દે યુરોપિયન યુનિયનના વાઈસ પ્રેસિડન્ટ કાજા કલાસે તણાવ શાંતિથી ઉકેલવા અપીલ કરી હતી. જ્યારે બીજી બાજુ યુરિપિયન દેશ રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનને સપોર્ટ કરી મોસ્કો માટે પડકારો ઉભા કરી રહ્યું છે. કિવને જરૂરી સૈન્ય અને આર્થિક સહાય આપી રહ્યું છે. યુરોપના આ બેવડા વલણ પર જયશંકરે તીખા પ્રહારો કર્યા હતા કે, યુરોપના દેશો બીજા વિશ્ર્વ યુદ્ધ બાદથી સ્થિરતા અને શાંતિ રાખી રહ્યા છે. ખાસ કરીને 1991-92 બાદથી વધુ સારી સ્થિતિમાં છે. તમે તો આતંકવાદનો ઈનકાર કરતાં આવ્યા છો. પરંતુ અમે સતત આઠ દાયકાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. તમે જે સત્ય જોઈને જાગ્યા છો, તેનો અમે વર્ષોથી સામનો કરી રહ્યા છીએ.