40 અને 60 પ્લસ કેટેગરીમાં ખેલાડીઓએ દેખાડ્યો જુસ્સો, રાજકોટની ટીમ બની ચેમ્પિયન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-જામનગર વેટરન એસોસિએશન દ્વારા ખાસ ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 અને 60 પ્લસ વયના ખેલાડીઓએ ભાગ લીધો હતો. રેસકોર્સ એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્ટેટ લેવલ ટુર્નામેન્ટમાં રાજકોટ, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને બરોડાની ટીમો સામેલ થઈ હતી.
- Advertisement -
14-15 સપ્ટેમ્બરે યોજાયેલી 40 પ્લસ કેટેગરીમાં સેમિફાઈનલ બાદ રાજકોટ-એ અને સુરતની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો રમાયો હતો. રસાકસીભર્યા મેચમાં રાજકોટ-એએ બે ગોલ કરીને વિજય હાંસલ કરી ટ્રોફી પોતાના નામે કરી હતી.
60 પ્લસ કેટેગરીમાં રાજકોટ અને રેસ્ટ ઓફ ગુજરાત વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં રાજકોટની ટીમ વિજેતા બની હતી. આ મેચમાં 76 વર્ષના ખેલાડીએ ભાગ લઈને સૌને પ્રેરણા આપી હતી.
ટુર્નામેન્ટમાં 40 પ્લસના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે અમીત શિયાળીયા અને 60 પ્લસમાં શિવરાજસિંહ ચાવડા જાહેર થયા હતા.



