નવરાત્રી એટલે ગરબા કરતા માતાની આરાધનાનો સમય. ગરબામાં જયારે કોઇ ગોરી ભાતીગળ ચણીયાચોળી, કંગન, દામડી, ટીકો, કાનમાં ઝુમખા, નથ, હાર, પાયલ, બાજુબંધ અને કંદોરો પહેરીને ગરબે ઘુમે ત્યારે કોઇ પણનું મન મોહી લે છે.

નવરાત્રી આવતા યુવતીઓને થાય કે, આ વખતે ચણીયા ચોળીમાં ટ્રેન્ડીંગ શું છે? યુવતીઓ હંમેશા બોલિવુડની હિરોઇનના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી પ્રભાવિત હોય છે, અને તેને ફોલો કરતી હોય છે, તો આપણે બોલિવુડની આ ખુબસુરત હિરોઇનની સ્ટાઇલ જોઇએ, અને તેને નવરાત્રીમાં ફોલો કરીને મનમોહક બનીએ….

દિપિકા પદુકોણનો આ ચણીયા ચોળી લુક રામલીલા ફિલ્મનો છે. જેમાં આ સિવાય પણ ઘણા નવા લુક તેમણે આપ્યા હતા. ચણીયા ચોળીની સાથે દિપિકાની રામલીલા જવેલરી પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની હતી.

આજની કોલેજીયન યુવતીઓ ઇન્ડો વેસ્ટર્ન લુકને ફોલો કરે છે. જે ફન્કીની સાથે ઇન્ડિયન લુક આપે. જહાન્વી કપૂર તો તેના ફન્કી સ્ટાઇલ માટે જાણીતી છે. તેનો આ ઓરેન્જ કુર્તા અને સ્ક્રેચ જીન્સ કોમ્બીનેશન નવરાત્રી માટે બેસ્ટ લુક ગણાય.

સારા અલી ખાનનો બ્લેક લહેંગા ચોલી લુક નાઇટ ગરબા માટે પરફેક્ટ છે, આ વખતની ફેશનમાં સતારી વર્ક અને ફ્લાવર ડિઝાઇન ઇન ફેશન છે.

માધુરી દિક્ષિત તેની અદાઓ અને સ્ટાઇલ માટે હંમેશા બોલિવુડ પર રાજ કરે છે. વ્હાઇટ ચોલી લુક તો દરેક યુવતીનો ફેવરીટ હોય છે. તેમાં નેટ અને ચેક્સ ડિઝાઇન, ચીકનકારી વર્ક એક અલગ જ સ્ટાઇલ આપે.

ટેલિવુડથી લઇને બોલિવુડ પહોંચનાર મોની રોય તેની સ્ટાઇલની સાથે હોટ લુક માટે જાણીતી છે. સીમરી મીરર વર્ક લહેંગા ચોલી રાત્રી ગરબામાં ચાર ચાંદી લગાડી દે છે.

યુવતીઓની આ વર્ષની સૌથી ફેવરીટ ફેશન લુક સરારા છે. એમાં કેટરીનાનો આ ઇન્ડિયન સરારા લુક નવરાત્રી માટે કમ્ફર્ટની સાથે રમવા માટે આરામદાયક છે. અને તેમાં લોંગ ઝુમખા પહેરવાથી કમ્પલીટ લુક આપે છે.

કૃતિ સેનોન તેની ક્યુટ સ્માઇલ માટે જાણીતી છે. બ્લુ કલરના મીરર વર્ક લહેંગા ચોલી હેવીની સાથે ઇન્ડિયન લુક આપે છે. તેમાં પણ નેટનો દુપટ્ટો મીરર વર્કને સારી રીતે નીખારે છે.

નુસરત ભનુચાનો રેડ મીરર વર્ક લહેંગા ચોલી, બન અને પોલકી જવેલરી એક કમ્પલીટ ઇન્ડિયન લુક આપે છે. તેમાં પણ રેડ કલર તો ગરબામાં આંખે ઉડીને વળગે તેવો લાગે છે.

આલીયા ભટ્ટ કોલેજીયન યુવતીઓની સૌથી ફેવરીટ હિરોઇન છે. સફેદ સરારા ચીકનકારી લુક, બોહો સ્ટાઇલ બ્લુ ઝુમખા અને ઓપન હેર એક બોલ્ડ લુક આપે છે. ગરબામાં એક અલગ સ્ટાઇલ દેખાઇ આવે છે.

અનુષ્કા શર્માનો આ બોહો ચોલી લુક નવરાત્રી માટે એકદમ પરફેક્ટ છે. તેને કોઇ પણ જવેલરી કે સ્ટાઇલ સાથે મિક્સ મેચ કરી શકાય છે. સ્ટોન ગ્લોડન જવેલરી અને પોની ટેલ એક પરફેક્ટ ઇન્ડિયન લુક આપે.

જો તમે નવરાત્રીમાં લહેંગા ચોલી સિવાય કંઇ બીજી સ્ટાઇલ પહેરવા માંગતા હોય તો તારા સુતરીયાનો આ યેલો કુર્તા સરારા લુક પરફેક્ટ છે. તેમાં પણ મીરર વર્ક અને નેટ સરારા એક અલગ કોમ્બીનેશન છે.

દિયા મિર્ઝાનો આ સાઉથ ઇન્ડિયન ઇન્ડો વેસ્ટર્ન લુક ગરબા માટે પરફેક્ટ ગણાય. કોઇ પણ પ્લેન શર્ટ સાથે કાંજીવરમ લહેંગા સાથે મિક્સમેચ બેસે છે. તેમાં લોંગ ઝુમખા બોલ્ડ લુક આપે.

હાથ વણાટનો લહેંગો અને ચિકનકારી બ્લેક બ્લાઉઝ લુક એક અલગ સ્ટાઇલ સ્ટેટમેન્ટ આપે. કરિશ્મા કપૂરનો આ લુક નવરાત્રી માટે એક ન્યુ ફ્યુઝન આપે છે. તેમજ હાથ વણાટને પ્રોત્સાહન આપે છે.

ધોતી- ટોપ વાળો આથિયા શેટ્ટીનો આ લુક નવરાત્રી માટે આરામદાયક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. તેની સાથે ફ્લાવર વર્ક સ્લર્ગ એક ફન્કી લુક આપે છે.