વિધાનસભાની ચૂંટણી અન્વયે મોરબી જિલ્લાની ત્રણેય 65-મોરબી, 66-ટંકારા તથા 67-વાંકાનેર બેઠકની મતગણતરી પોલિટેકનિક બિલ્ડીંગ, ઘૂંટુ રોડ, મોરબી ખાતે આવતીકાલે ગુરુવારના રોજ થનાર છે જે અન્વયે મતગણતરીના દિવસે એટલે કે, તારીખ 08/12/2022ના રોજ સવારે 06:00 કલાકથી સાંજના 07:00 કલાક સુધી ઘૂંટુ રોડ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામુ નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોરબી-મહેન્દ્રનગરથી ઘુંટુ તરફ જતા મોટા ભારે વાહનોએ માળિયા ફાટકથી ત્રાજપર ચાર રસ્તાથી જુના ઘૂંટુ રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાનો રહેશે તેમજ હળવદથી મોરબી તરફ આવતા મોટા ભારે વાહનોએ ઘૂંટુ ગામ, બાપાસીતારામ મંદિર ચોકડીથી જુના ઘૂંટુ રોડથી ત્રાજપર ચાર રસ્તા તરફના રસ્તાનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તારીખ 08/12/2022ના રોજ સવારે 06:00 કલાકથી સાંજના 07:00 કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે.
કાલે મતગણતરીના દિવસે ઘુંટુ રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
Follow US
Find US on Social Medias