By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    38 minutes ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    36 seconds ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    13 minutes ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    2 hours ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    23 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    24 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગામડામાં શિક્ષણ- સુવિધા કે સંપત્તિ ઓછી હશે પરંતુ પ્રેમ અને લાગણી અકબંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > ગામડામાં શિક્ષણ- સુવિધા કે સંપત્તિ ઓછી હશે પરંતુ પ્રેમ અને લાગણી અકબંધ
AuthorShailesh Sagpariya

ગામડામાં શિક્ષણ- સુવિધા કે સંપત્તિ ઓછી હશે પરંતુ પ્રેમ અને લાગણી અકબંધ

Khaskhabar Editor
Last updated: 2023/07/29 at 5:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE
  • એક અનાથ દીકરીનું મામેરૂ ભરવા આખું ગામ આવ્યું

રાજસ્થાનના નેઠરાણા ગામના જોગારામ બેનીવાલની દીકરી મીરાના લગ્ન હરિયાણાના બાગડ ગામના મહાવીર સાથે થયા હતા. મીરા અને મહાવીરને ભગવાને મીનુ અને સોનુ નામની બે દીકરીઓ આપી પરંતુ પ્રભુએ જાણે કે મીરાની કસોટી કરવી હોય એમ એના પતિ અને સસરા બંનેનું અવસાન થયું. મીરાએ એકલા હાથે પોતાની બંને દીકરીઓને મોટી કરી અને ઉંમરલાયક થતાં તેના લગ્ન નક્કી કર્યા.

દીકરીને ત્યાં લગ્નપ્રસંગ આવે એટલે પિયરમાંથી ભાઈ પોતાની લાડલી બહેન માટે મામેરું લઈને આવે એવી આપણી પરંપરા છે. દીકરીઓના લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ મીરાની મૂંઝવણ વધતી ગઈ કારણકે મીરાના માતા-પિતાનું અવસાન થયું હતું અને તેના એક માત્ર ભાઈ સંતલાલે સન્યાસ લઈ લીધો હતો. નાની ઉંમરમાં જ સાધુ થયેલા ભાઈનું પણ અવસાન થયું હતું.

- Advertisement -

દરેક બહેનને ઈચ્છા હોય કે એમના સંતાનના લગ્નપ્રસંગે પિયરીયામાંથી ભાઈ ખાસ હાજર રહે. મીરાનો ભાઈ તો ભગવાન પાસે પહોંચી ગયો હતો આમ છતાં મીરા દીકરીઓના લગ્નનું નિમંત્રણ આપવા પિયરના ગામમાં ગઈ અને ભાઈની સમાધિ પર જઈને નિમંત્રણ કાર્ડ મૂક્યું. જાણે કે ભાઈ જીવિત હોય એમ મામેરું લઈને વહેલા વહેલા આવવા માટે સમાધિને વિનંતી કરી.

ગામલોકોને આ વાતની જાણ થઈ એટલે ગામના તમામ લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે મીરા આપણા ગામની દીકરી છે એટલે એના પિતા કે ભાઈની ગેરહાજરીથી મીરાનો પ્રસંગ અઘુરો ન રહે એ આપણે બધાએ જોવાનું છે. આપણે બધા એના ભાઈઓ જ છીએ. આખા ગામે સાથે મળીને મીરાને મામેરું કરવાનું નક્કી કર્યું. લગ્નના આગલા દિવસે મામેરાની વિધિ વખતે નેઠરાણા ગામમાં જેટલા વાહનો હતા તે બધા વાહનો લઈને 700 જેટલા લોકો રાજસ્થાન અને હરિયાણાની બોર્ડર પર આવેલા મીરાના સાસરિયામાં પહોંચ્યા.

- Advertisement -

વિશ્વમાં કદાચ પહેલી વખત મામેરું લઈને આટલી મોટી સંખ્યામાં મામેરિયાઓ આવ્યા હશે. મીરા અને એની બંને દીકરીઓની આંખમાંથી હર્ષના આંસુ સતત વહી રહ્યા હતા. તમામ મામેરીયાઓને તિલક કરીને એનું સ્વાગત કરવામાં અને મામેરા વધાવવામાં મીરાને 5 કલાકનો સમય લાગ્યો. ગામલોકોએ પોતાની યથાશક્તિ 10 લાખ જેવી માતબાર રકમનું મામેરું કર્યું અને મીરા તથા એની દીકરીઓ માટે કપડાં સહિતની અનેક ભેટો પણ લાવ્યા.

નરસિંહ મહેતાની દીકરી કુવરબાઈનું મામેરું ભરવા ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા એ વાત વાંચી અને સાંભળી હતી પણ દુનિયાએ આજે જોયું કે એક અનાથ દીકરીનું મામેરું ભરવા આખું ગામ આવ્યું.

મિત્રો, ગામડામાં શિક્ષણ ઓછું હશે, સુવિધાઓ ઓછી હશે, સંપતિ પણ ઓછી હશે પરંતુ હજુય પ્રેમ અને લાગણી અકબંધ હોય એવું અનુભવાય. મીરા કઈ જ્ઞાતિની છે એ જોયા વગર જ ગામની તમામ જ્ઞાતિઓએ સાથે મળીને ગામની દીકરીનો પ્રસંગ શોભાવ્યાની આ ઘટના આપણને ભણેલા લોકોને ઘણું ઘણું શીખવી જાય છે.

 

You Might Also Like

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

TAGGED: education, VILLAGE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે?
Next Article અશાંતિને શમાવવા ત્રણવાર શાંતિ પાઠ જરૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 36 seconds ago
દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર
સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય
ચાંદીપુરા વાયરસનો કાળો કેર : મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત
ભારત પર લાગશે 100% ટેરિફ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?