કેશોદના મંગલપુર ગામ પાસે ગંભીર અકસ્માત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા ગત રાત્રીના પતિ પત્ની એક્ટિવા પર જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા પતિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે પત્નીને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવેલ આ અકસ્માતના બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ ગમખ્વાર અકસ્માતમાં મળતી વિગત અનુસાર કેશોદ તાલુકાના મંગલપુર ગામ નજીક ડમ્પરે બાઈક ચાલકને હડફેટે લેતા એકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું જેમાં એક્ટિવા ચાલકના બંને પગ કપાઈ ગયા હતા જયારે પત્નીના પગની એવી હાલત થતા તેને પણ ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
કેશોદમાં સુરતી ખમણની દુકાન ચલાવતાં સમીરભાઈ ચોવટીયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઓવરલોડ ડમ્પર ચાલક બેફિકરાઈથી ચલાવતાં સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના જેમાં પત્નીની નજર સામે પતિનું કમકમાટી ભર્યું મોત નિપજતા ગમગીની ફેલાય હતી. જયારે આ અસ્કામતના ઘટના મામલે કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મહામુસીબતે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. કેશોદ વંથલી વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છ જેટલાં ડાયવર્ઝન હોય લાબા સમયથી ચાલતાં ડાયર્વઝનને કારણે છાશવારે આકસ્મિક ઘટનાઓ બને છે.