રોગચાળાને અટકાવા માટે મચ્છરની ઉત્પતિને લઇને 113 લોકોને નોટિસ: તંત્ર દ્વારા 4145 ઘરોમાં ફોગિંગ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે તા. 11થી17 સપ્ટેમ્બર સુધી સપ્તાહ દરમિયાન સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં આંશિક વધારો નોંધાયો છે.
શરદી- ઉધરસના 582 અને સામાન્ય તાવના 52 કેસ નોંધાયા છે.જ્યારે ઝાડા ઉલ્ટીના 227 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 10, ચિકન ગુનિયાના 9 કેસ, મેલેરિયાના 2 કેસ નોંધાયા છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – 56, અર્બન આશા 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ – 115 દ્વારા પોરાનાશક કામગીરી હેઠળ 54775 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલી છે. તથા 4145 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલું છે. આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટિસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 562 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂતલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ- વાડી, પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલો છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 400 અને કોર્મશિયલ 113 આસામીને નોટિસ તથા 41 આસામી પાસેથી 20, 700નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલો છે.