ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના દ્વારકામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્ધવેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર યશોભૂમિ (ઈંઈંઈઈ)ના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વિશ્વનું સૌથી મોટું ખઈંઈઊ (મિટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) સેન્ટર છે. વડાપ્રધાને દ્વારકા સેક્ટર-21થી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 સુધી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન (મેટ્રો લાઇન)ના એક્સટેન્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 એ એક ભૂગર્ભ સ્ટેશન છે જે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 અને નવી દિલ્હી રેલવે સ્ટેશન જેવા શહેરના મહત્ત્વનાં સ્થળો સાથે સીધું જોડાયેલું હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા સેક્ટર 21થી યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના વિસ્તરણનું ઉદ્ઘાટન કરતા પહેલાં દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. વડાપ્રધાન મોદીએ દ્વારકા સેક્ટર-21થી યશોભૂમિ દ્વારકા સેક્ટર-25 સુધી એરપોર્ટ એક્સપ્રેસ લાઇન (મેટ્રો લાઇન)ના એક્સટેન્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ફૂટવેર ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો અને શિલ્પકારો સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે દ્વારકામાં યશોભૂમિ નામનું ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્ધવેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી) રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ ક્ધવેન્શન સેન્ટર ભારત મંડપમ કરતાં પણ મોટું છે, જ્યાં આ મહિનાની 9 અને 10 તારીખે ૠ20ની બેઠક યોજાઈ હતી. લગભગ 5400 કરોડ રૂપિયાના ખર્ચે 219 એકરમાં યશોભૂમિ બનાવવામાં આવ્યું છે. જ્યારે 123 એકરમાં ભારત મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.ક્ધવેન્શન સેન્ટરમાં બનેલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં એકસાથે 3000 કાર પાર્ક કરી શકાશે. આ સેન્ટરમાં ડ્રેનેજના પાણીનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. વરસાદી પાણીના સંગ્રહની પણ સુવિધા છે.