અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની જે. બ્લિંકને મ્યૂનિખ સુરક્ષા સંમેલ્લનથી જર્મનીના મ્યૂનિખમાં વિદેશ મંત્રી ડો. એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન બંન્નેએ લાલ સાગરમાં પડકારરૂપ સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરી. સાથે આ વાત પર ધ્યાન દોર્યું કે કેવી રીતે અમેરિકા અને ભારત અસ્થિર ક્ષેત્રમાં આર્થિક સ્થિરતાની રક્ષા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
બ્લિંકને વધુમાં જણાવ્યું કે, લાલ સાગરમાં સમુદ્રી સુરક્ષા માટે સંબંધિત અમેરિકી અને ભારતીય દ્ષ્ટિકોરણ પારસ્પરિક રૂપથી મજબૂત છે અને ક્ષેત્રમાં આર્થિક સ્થિરતાની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બંન્ને મંત્રીઓ મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાલી રહેલા કામ પર પણ ચર્ચા કરી હતી.
- Advertisement -
તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા અને ભારતની વચ્ચે અસાધારણ ભાગીદારી છે, જે હાલના વર્ષોમાં પહેલાથી કેટલાક વધારે મજબૂત બન્યા છે. આ અમારા માટે દુનિયાના કોઇપણ સંબંધની સામે સૌથી વધારે મજબૂત સંબંધોમાંનો એક છે.
Great to meet my friend US @SecBlinken this afternoon on #MSC2024 sidelines.
Our talk centered on the situation in West Asia, Ukraine and Indo-Pacific. Reviewed the continuing progress in our bilateral ties. pic.twitter.com/adZSFKw5By
- Advertisement -
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 16, 2024
આ બાબતે વિદેશમંત્રી જયશંકરે જણાવ્યું કે, પોતાના અમેરિકન મિત્ર બ્લિંકન સાથે મળીને ઘણું સારૂ લાગ્યું. અમારી વાતચીત પશ્ચિમ એશિયા, યૂક્રેન અને હિંદ-પ્રશાંતની સ્થિતિ પર કેન્દ્રિત રહેશે. અમારા દ્વિપક્ષીય સંબંધોમાં ચાલી રહેલી પ્રગતિની સમિક્ષા કરી હતી.
આ પહેલા વિદેશમંત્રીએ મ્યૂનિખ સુરક્ષા સંમેલ્લન સિવાય વિદેશ મંત્રી એસ જયશંકરે જર્મની અને અર્જન્ટીનાના સમકક્ષોની સાથે બેઠક કરી હતી. આ દરમ્યાન જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેયરબોકની સાથે જયશંકરે વૈશ્વિક પડકારો અને આગળના રસ્તાઓ વિશે ચર્ચા કરી. બંન્ને નેતાઓએ ભારત-જર્મની ઇન્ટર ગર્વમેન્ટ કન્સલ્ટેન્ટની આનારી બેઠની તૈયારીઓની સમિક્ષા કરી.