ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. રવિચંદ્રન અશ્વિનના મમ્મી ચિત્રાની તબિયત ખરાબ છે, જેથી તેઓ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે.
ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજકોટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. અશ્વિનનના ઘરમાં ફેમિલી મેડિલી ઈમરજન્સી આવવાને કારણે ત્રીજા ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. BCCIએ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું છે કે, રવિચંદ્રન અશ્વિનના પરિવારમાં ફેમિલી મેડિકલ ઈમરજન્સી છે, જેથી તેઓ હવે ટેસ્ટ મેચ નહીં રમી શકે. BCCIએ આ બાબતે અપડેટ આપતા જણાવ્યું છે કે, રવિચંદ્રન અશ્વિનના મમ્મી ચિત્રાની તબિયત ખરાબ છે, જેથી તેઓ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે.
- Advertisement -
BCCIના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર જાણકારી આપી છે. રાજીવ શુક્લાએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ‘અશ્વિનના માતા ઝડપથી સાજા થાય તેવી હું પ્રાર્થના કરું છું. અશ્વિને રાજકોટ ટેસ્ટ મેચ મુકીને તેની માતા પાસે જવું પડ્યું.’
Wishing speedy recovery of mother of @ashwinravi99 . He has to rush and leave Rajkot test to Chennai to be with his mother . @BCCI
— Rajeev Shukla (@ShuklaRajiv) February 16, 2024
- Advertisement -
BCCIએ આપી જાણકારી
BCCIએ રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, તે બાબતે અપડેટ આપી હતી. BCCIએ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું હતું કે, રવિચંદ્રન અશ્વિન અને તેના પરિવારને BCCIનો તથા સાથી પ્લેયર્સ અને સ્ટાફનો પૂરો સપોર્ટ છે. ખેલાડીઓ અને તેમના પરિવારની હેલ્થ સૌથી વધુ જરૂરી છે.
BCCIએ પ્રેસ રિલીઝમાં ફેન્સને જણાવ્યું હતું કે, પ્લેયર્સ અને તેમની ફેમિલીની પ્રાઈવસી જળવાઈ રહે તેનું ધ્યાન રાખે. હાલમાં તેઓ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં અશ્વિનને તમામ સુવિધા આપવામાં આવશે.
IND vs ENG
હાલમાં રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અશ્વિને 500 ટેસ્ટ વિકેટનો આંકડો પાર કરી લીધો છે. ઈંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલી ઈનિંગમાં બે વિકેટ પર 207 રન કર્યા હતા. ભારતે પહેલી ઈનિંગમાં 445 રન કર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ હજુ પણ 238 રનથી પાછળ છે. ભારતીય ટીમના રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે એક એક વિકેટ લીધી હતી.