રાજકોટ પશ્ર્ચિમ બેઠકના મહિલા ઉમેદવાર ડૉ. દર્શિતાબેનને મળ્યો વ્યાપક આવકાર
આ બેઠક ઉપર ભાજપે પ્રથમ વખત મહિલા ઉમેદવારને પસંદ કરીને ગૌરવ વધાર્યું છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પશ્ર્ચિમની બેઠક ઉપર ભારતીય જનતા પક્ષે ડો. દર્શિતાબેન શાહની ઉમેદવાર તરીકે પસદગી કરી તે દિવસથી જ તેમની જીત નિશ્ચિત થઇ ગઇ છે. ભાજપે પ્રથમ વખત આ બેઠક પર કોઇ મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. કારણ કે બેઠક ઉપરથી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌપ્રથમ ધારાસભ્ય તરીકે ચૂટાયા હતા. આ સિવાય આ બેઠકનુ પ્રતિનિધિત્વ વજુભાઈ વાળા અને વિજયભાઈ રુપાણી જેવા દિગ્ગજ નેતાઓ પણ કરી ચૂક્યા છે.
પાછલા કેટલાક દિવસ દરમિયાન ડો. દર્શિતાબેન શાહે સમગ્ર વિસ્તારના કરેલા ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન તેમને મહિલા મતદાતાઓ તરફથી જે પ્રતિક્રિયા મળી છે તે ઘણી પ્રોત્સાહક છે. ભારતીય જનતા પક્ષ પહેલેથી જ મહિલા સશક્તિકરણમાં માને છે અને ડો. દર્શિતાબેન શાહને ટીકીટ આપીને આ બાબત પૂરવાર પણ કરી છે.
ડો. દર્શિતાબેન શાહ શિક્ષિત સમાજમાંથી આવે છે અને લોકોની સમસ્યાઓથી પૂરેપૂરા વાકેફ છે. ડો. દર્શિતાબેન શાહને ચૂંટીને વિધાનસભામાં મોકલવામા આવે તો તેઓ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકવા માટે સક્ષમ છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ હતું કે, ડો. દર્શિતાબેન શાહ એવા ફેમીલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે કે તેમાના મોટાભાગના પરિવારજનોએ રાજ્યની અને રાષ્ટ્રની સેવા કરી છે. ડો. દર્શિતાબેન શાહ મહિલા તબીબ હોવાના કારણે તેઓ અનેક મહિલાઓના સંપર્કમા આવે છે અને તેમની નાની-મોટી સમસ્યાઓ જાણીને તેનો ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહે છે. આમ આ સમગ્ર વિસ્તારમા ડો. દર્શિતાબેન શાહની ઘણી લોકપ્રિયતા છે. ડો. દર્શિતાબેન શાહે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ તુરંત જ તેમનો પ્રચાર શરુ થઇ ગયો હતો અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારોને તેમણે આ પ્રચાર દરમિયાન આવરી લીધા હતા. પોતાની તમામ જાહેરસભાઓમાં ડો.દર્શિતાબેન શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી રાજ્ય સરકારે કરેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ હતું કે, રાજ્ય સરકારે ટૂંકાગાળામાં આટલા વિકાસ કાર્યો કરીને જ્યા માનવી ત્યા સુવિધાનો મંત્ર મૂર્તિમત કર્યો છે.