By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    13 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેશ પટેલને શું અલગ ‘પાટી’સ્તાન જોઈએ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નરેશ પટેલને શું અલગ ‘પાટી’સ્તાન જોઈએ છે?
TALK OF THE TOWNરાજકોટ

નરેશ પટેલને શું અલગ ‘પાટી’સ્તાન જોઈએ છે?

Khaskhabar Editor
Last updated: 2021/11/15 at 3:51 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

નરેશ પટેલનો ચેપ અન્યને પણ લાગ્યો : પાટીદાર નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદનો

નરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ અને ગીતા પટેલે ફરી સરકારને સીડી બનાવી સમાજની પ્રગતિ કરવાની વાત કરી!

ખાસ-ખબર સંવાદદાતા
જસદણ ખાતે યોજાયેલા પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં પટેલ સમાજના અગ્રણી નેતાઓ નરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ, ગીતા પટેલ સહિતનાઓએ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. પાટીદાર નેતાઓના આ નિવેદનમાં સમાજને એક કરવાની વાત ઓછી અને સરકારને દબાવવાની વાત વધુ છે. અગાઉ પણ પાટીદાર નેતાઓ અનેકવાર પટેલ સમાજને એક કરવાની વાતમાં પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સંતોષતા જોવા મળ્યા છે ત્યારે ફરી એકવખત જસદણ ખાતે પાટીદાર સમાજના કાર્યક્રમમાં આવું જ ચિત્ર ઉપસ્થિત થયું છે જેમાં સરકારને સિડી બનાવી પાટીદાર સમાજની પ્રગતિ કરવાની વાત તેના સમાજના નેતાઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે, પાટીદાર નેતાઓ ફક્ત પોતાના સમાજની જ એકતા અને પ્રગતિની વાત કરતા જોવા મળે છે પરંતુ અન્ય સમાજ કે સર્વે સમાજને સાથે રાખી ચાલવાની વાત કરી શકતા નથી. અધૂરામાં પૂરું પાટીદાર નેતાઓ સરકાર પર અધિકાર જમાવવાની અને આગામી ચૂંટણીમાં પટેલ સમાજ કોના તરફે રહેશે એવું કહી પોતે જ સર્વસ્વ હોવાનો દાવો કરે છે. સરકાર દ્વારા પાટીદાર સમાજને ઘણું મળ્યું છે અને મળી રહ્યું છે છતાં હજુ પણ પાટીદાર સમાજનો સરકાર પ્રત્યેનો અસંતોષ દર્શાય આવે છે જે પાટીદાર નેતાઓનો વ્યક્તિગત અસંતોષ લાગી રહ્યો છે. પહેલાથી જ પાટીદાર સમાજ પ્રગતિશીલ સમાજ છે. એક સમાજ છે છતાં પાટીદાર સમાજની એકતાની વાતો કરી પાટીદાર નેતાઓ પોતાના અને અન્ય સમાજના લોકો સમક્ષ વિવિધ નિવેદનો આપી આડકતરી રીતે ઉશ્કેરી રહ્યા છે. સરકાર સામે સમયાંતરે કરવામાં આવેલી પાટીદાર નેતાઓની વિવિધ માંગણીઓનો શાંતિપૂર્વક નિવેડો લાવવામાં આવ્યો છે. આમ છતાં જો પાટીદાર સમાજને સંતોષ ન હોય તો શું હવે પાટીદાર સમાજને અલગ ’પાટી’સ્તાન જોઈએ છે?

Contents
નરેશ પટેલનો ચેપ અન્યને પણ લાગ્યો : પાટીદાર નેતાઓનાં ઉશ્કેરણીજનક નિવેદનોનરેશ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ અને ગીતા પટેલે ફરી સરકારને સીડી બનાવી સમાજની પ્રગતિ કરવાની વાત કરી!‘પાટીદારો, ઈંડા-નોન વેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો’જસદણ ખાતે યોજાયેલા સમારોહમાં ઇઅઙજ સંતે આયનો ધર્યોસ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત અપૂર્વમુનિએ કહ્યું, ‘સરદાર પટેલનું શિર ઝૂકી જાય તેવાં કાર્યો ન કરો!’ 

ચૂંટણીઓમાં પાટીદાર સમાજ કોની સાથે છે એ સમય આવ્યે બતાવીશું : નરેશ પટેલ

- Advertisement -

પાટીદાર સમાજના કાર્યક્રમમાં ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલે ફરી સરપંચથી સાંસદ સુધી તમામ પાટીદારો જ હોય તેવો રાગ આલાપતા જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં પણ ઘણાં પાટીદાર દીકરા-દીકરીઓને સ્થાન મળ્યું છે, પરંતુ યોગ્ય સ્થાને તેમને ન બેસાડવામાં આવે તો સમાજના કામ યોગ્ય રીતે નથી થઈ શકતા. પાટીદારો પર કરવામાં આવેલા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. આ તમામ કેસ પાછો ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરી હતી અને ફરી કરીશું. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજમાં કોની સાથે છે તે સમય આવ્યે બતાવીશું.

હવે અમારા મુખ્યમંત્રી છે એટલે અમે હક્કથી માંગણીઓ કરીશું : ગીતા પટેલ

પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાસ નેતા ગીતા પટેલે કહ્યું હતું કે, 2017માં પાટીદાર આંદોલન પછી કરવામાં આવેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારે પણ અમારી માંગ આ જ હતી અને હવે તો અમારા મુખ્યમંત્રી છે. હવે તો અમે હક્કથી માંગણીઓ કરીશું.

- Advertisement -

‘પાટીદારો, ઈંડા-નોન વેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો’

જસદણ ખાતે યોજાયેલા સમારોહમાં ઇઅઙજ સંતે આયનો ધર્યો
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત અપૂર્વમુનિએ કહ્યું, ‘સરદાર પટેલનું શિર ઝૂકી જાય તેવાં કાર્યો ન કરો!’ 

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણીઓ ત્યાં હાજર રહ્યાં હતાં. એ દરમિયાન બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની સ્વામીએ પાટીદારો અંગે કંઇક વિશેષ વાતો કરતા તેમના નિવેદને ભારે જોર પકડ્યું છે.

રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત અપૂર્વમુની સ્વામીએ જસદણમાં પાટીદારો, ઈંડા તેમક્ષ જ નોનવેજને લઈને એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે પાટીદાર સમાજના લોકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, ‘સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો. સરદાર પટેલનું માથું શરમથી ઝૂકી ન જાય તેનો ખ્યાલ રાખી દરેક કામ કરો. સરદાર વલ્લભભાઈનું માથું શરમના કારણે ઝુકી ન જાય તેનું ધ્યાન પાટીદારોએ રાખવાનું છે. આજે પાટીદાર સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા ઉભા નોનવેજ ખાય છે. આજના સમયમાં પાટીદાર સમાજમાં કેટલાંક લોકો દુરાચારી છે, વ્યભિચારી છે. ત્યારે પાટીદારનો દીકરો દુરાચારી કે વ્યભિચારી નહીં પરંતુ નિર્વ્યસની હોવો જોઈએ.’

ગમ્મે તેટલાં ખકઅ-ખઙ હોય, જરૂરિયાત સમયે સાથે ઉભા ન રહે તો શું કામનું? : હાર્દિક


જસદણના પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને કરેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે આજે ઘરનો ડાયરો છે,ઘરના લોકો છે તો એક વાત કરવી છે. આ સાથે હાર્દિકે જણાવ્યુ કે મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી, ભેગા થવુ, ગ્રાઉન્ડમાં આવીને સાથે બેસવુ એ સંગઠિત થયા તેવુ નથી, પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત નથી થવાનું પરંતુ સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે. આ સાથે હાર્દિકે પાટીદાર આંદોલનને યાદ કરતા જણાવ્યું કે આંદોલન સમયે 1.25 કરોડ પાટીદારો અને 50 ખકઅ હતા તેમ છતા આંદોલનના 4 વર્ષ બાદ ન્યાય મળ્યો તથા આંદોલનમાં 14 લોકો શહીદ થયા હતા. હાર્દિક પટેલે પાટીદાર ધારાસભ્યો તથા સાંસદોને અનુલક્ષીને કહ્યુ કે ગમે તેટલા ખકઅ-ખઙ હોય પણ જરૂરિયાત સમયે સાથે ન ઉભા રહે તો શું ફાયદો, જે સમાજનું હિત,ભવિષ્ય,પ્રગતિ નથી ઇચ્છતા તેઓને ફેંકી દેવા હાર્દિકે હુંકાર ભર્યો હતો.

જઙૠ અધ્યક્ષ લાલજી પટેલે ખખડાવ્યા ખાંડા
પાટીદાર સમાજના જઙૠના સંયોજક લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માંગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે.પાટીદાર આંદોલન વેળા જે કઈ ઘટનાઓ ઘટી અને જે યુવકો મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાતને દોહરાવી હતી. લાલજી પટેલે એક ગર્ભિત ઈશારો કરતા એમ પણ કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે.

ખોડલધામનાં ટ્રસ્ટી નરેશ પટેલે અગાઉ શું કહ્યું હતું ?
ઉલ્લેખનીય છે કે,ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેમ? શાશ્ર્વતતા, જીવંતતા, સુંદરતા, જિંદગી…
Next Article 1947ની આઝાદી ભીખ નથી, આઝાદી ભીખમાં મળતી નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?