પ્રેમ એ એવું તત્વ છે જેને જાણ્યે – અજાણ્યે આપણે દરરોજ અનુભવીએ છીએ.
– ખુશાલી બરછા
આ તત્વનો અહેસાસ છેલ્લા શ્વાસ સુધી રહે એ જરૂરી છે. પણ અંગ્રેજીમાં જેને કજ્ઞદય કહેવાય છે એ પ્રેમ છે શું? રસ્તા પર સાથે સાથે ચાલતી ગમતી વ્યક્તિનો હાથ પકડવાનું મન થાય અને એ હાથ ક્યારેય છોડવો નહિ એવી મનોમન પ્રતિજ્ઞા લેવાઈ જાય એ પ્રેમ. આપણા વગર બોલ્યે આપણો ‘મૂડ’ જોઈને મમ્મી બધું જ સમજી જાય એ પ્રેમ. પ્રેમ એટલે પપ્પાનો હૂંફાળો સ્પર્શ. પ્રેમ એટલે ભાઈ- બહેનની નોક- ઝોંક. પ્રેમ એટલે મિત્રોની લેવાતી સંભાળ. પ્રેમ એટલે ઈશ્વર સાથેની વાતચીત. ટૂંકમાં, પ્રેમ એટલે ઘણુંબધું.
પ્રેમ અનપેક્ષાથી થઇ શકે તો ઉત્તમ. અનપેક્ષિત પ્રેમમાં નિયમો નથી હોતા, કોઈ દબાવ નથી હોતો. જો આવો પ્રેમ કરનાર વ્યક્તિ આસપાસ હોય તો તેનું ઋણ ત્વરિત ઉતારવું જ રહ્યું. પ્રેમમાં પડવું અને પ્રેમમાં ઊગવું એ બંને અલગ અલગ બાબતો છે. ’પડવું’ સહેલું છે પણ ઊગવું ખરેખર ક્યારેક લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે. પ્રેમમાં જે ફૂલ ઊગે છે એ કરમાઈ ન જાય ત્યાંસુધી ખીલેલું જ રહે છે, હંમેશા. પ્રેમ ‘શાશ્ર્વત’ છે. વ્યક્તિનાં મૃત્યુ પછી પણ પ્રેમનો નાશ નથી થતો. પણ એ પ્રેમ ’બમણું વ્યાજ’ બને છે. અને એક વાત ચોક્કસ છે કે પૃથ્વીના વિનાશ પછી જયારે કુદરત નવસર્જન કરશે ત્યારે પણ આ પ્રેમને પ્રથમ સ્થાને મૂકશે. કારણકે જીવનની રંગોળી પ્રેમ વગર અધૂરી છે. દરેક મનુષ્ય પ્રેમનો ‘વાટકી વ્યવહાર’ શરુ કરી દે તો પૃથ્વી પરની તમામ ગેરકાનૂની પ્રવૃતિઓ અટકી જાય ને? આ દુનિયાને સંપૂર્ણપણે રળિયામણી તો જ બનાવી શકાય જો આ પ્રેમ બધામાં પ્રસરે.
- Advertisement -
આમ, પ્રેમને લાઇફનાં દરેક પાનામાં ઉમેરીએ તો એ બુક જીવંત બની જાય.



