દીવ માં છેલ્લા ઘણા દિવસો થી દીવ પ્રશાસન અને રાજનેતા ઓ દ્વારા ચૂંટણી માટે તૈયારી ઓ કરવામાં આવી રહી હતી, જેનો આજે અંત આવ્યો હતો, આજે દીવ ના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી થઈ હતી ચૂંટણી અંતર્ગત ૨૬ પોલીગ બૂથો બનાવવા મા આવ્યા છે ચૂંટણી દરમિયાન દરેક બૂથો ની મુલાકાત દીવ કલેકટર અને ચૂંટણી અધિકારી શ્રીમતી સલોની રાય એ લીધી હતી અને જરુરી સૂચનો કર્યા હતા સાથે વ્યવસ્થા ઓની જાણકારી મેળવી હતી આ ચૂંટણી ૧૨ સીટ ગ્રામ પંચાયત માટે બે સીટ સરપંચ માટે અને પાંચ સીટ જીલ્લા પંચાયત માટે એમ કુલ ૧૯ સીટ માટે સવારથી જ મતદાન મથકો પર મતદારો ની કતાર જોવા મળી હતી આજે મહિલા મતદારો ૮૨.૮૭ % મતદાન કર્યું જ્યારે પુરુષ મતદારો એ ૪૮.૩૧ % મતદાન કરી પોતાના અધિકાર નો ઉપયોગ કર્યો હતો આજ નું મતદાન ૬૭.૦૩ % નોંધાયું હતું અને લોકો એ ઉત્સાહ થી મતદાન કર્યું હતું દીવ પ્રશાસન દ્વારા દરેક મતદાન મથકો પર કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ સેનીટાઈઝર રાખવામાં આવ્યું હતું અને આવનાર દરેક મતદારો ને હાથ સેનીટાઈઝર કરી ને અંદર જવા દેવા માં આવતા હતા અંદર મતદારો ને હાથ ના મોજા અને થર્મોસ્કેન દ્વારા તાપમાન માપી મતદાન કરવા જવા દેવામાં આવતા હતા જેથી લોકો માં સંક્રમણ થાય નહિ દરેક મતદાન મથકો પર મતદારો માટે દીવ પ્રશાસન દ્વારા બીજી પણ સુવિધા ઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમકે પાણી ની વ્યવસ્થા, બાળકો માટે રમકડાં સાથે રૂમની વ્યવસ્થા, એન.એસ.એસ ના સ્વયં સેવકો દ્વારા સીનિયર સિટિઝન તથા અંપગ ભાઈ બહેનો માટે વ્હીલ ચેર ની વ્યવસ્થા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી મતદારો ને દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી ના માર્ગદર્શન હેઠળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ મતદાન કરાવવામાં આવ્યું હતું હવે ૧૧ તારીખ નાં રોજ પરીણામ આવ્યા પછી જ કઈ પક્ષ માં કેટલી સીટ આવશે તે જોવા નું રહયુ હાલ તો ૧૯ સીટો નું ભવિષ્ય ઈવીએમ મશીન માં કેદ થયું છે દરેક મથકો ના ઈવીએમ મશીન દીવ ટી.ટી.આઈ ખાતે બંદોબસ્ત હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા છે

રિપોર્ટર – મણીભાઈ ચાંદોરા