આજરોજ નેશનલ વોલ્યુન્ટર બ્લડ ડોનેશન ડે ના દિવસે દીવ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના એન.એસ.એસ, દીવ કોલેજ દીવ અને દીવ બ્લડ બેન્ક ના સંયુક્ત ઉપક્રમે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ.
રાષ્ટ્રના એક જિમ્મેદાર નાગરિક તરીકે એન.એસ.એસ.ના સ્વયંસેવકો પોતાની ફરજ ગણી કોઈ પણ સ્વાર્થ ભાવના વિના અવારનવાર ડીલેવરી વાળી બહેનોને થેલેસેમિયાના બાળકોને તેમજ જરૂરિયાત મંદ તમામ ને બ્લડ પૂરું પાડી રહ્યા છે આજરોજ થયેલ કેમ્પમાં પણ જુના તેમજ વર્તમાન એન.એસ.એસ સ્વયંસેવકોને પોતાની ભાગીદારી નોંધાવી સ્વયંસેવકોએ કહ્યું હતું કે ભવિષ્યમાં જ્યારે પણ તેમની સેવાની જરૂરિયાત હશે ત્યારે હંમેશા સેવા આપો તૈયાર રહેશે રક્તદાન શિબિર દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ તથા સરકારશ્રીની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ દીવ કોલેજ ના પ્રાચાર્ય શ્રી વૈભવ રીખારી સાહેબ અને હેલ્થ ઓફિસર કે.વાય.સુલતાન બ્લડ બેન્ક મેડિકલ ઓફિસર ડો. એસ.એસ.શાહૂ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ આજ ની રક્તદાન શિબિર બ્લડ બેન્ક લેબ ટેકનીશીયન શ્રી મયંક પટેલ, શ્રી રવિ બારીયા તેમજ દીવ કોલેજ ના શૈક્ષણિક સમિતિ અધ્યક્ષ શ્રી દિપક સોદરવા પ્રા.અલ્પેશ ભીમાણી તેમજ શ્રી સાગર ઉપાધ્યાયના અથાગ સહયોગ દ્વારા સફળ બનેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રા કોકિલા ડાભી દ્વારા કરવામાં આવેલ
- મણીભાઈ ચાંદોરા