દીવ જીલ્લા ની દરેક જનતા તથા બધા જ હિતાધિકારીઓ ને જાણકારી આપવામાં આવે છે કે નિર્વાચન આયોગ, નવી દિલ્હી દ્વારા પ્રેસ નોટ ના માધ્યમ થી જાહેર કરવામાં આવ્યું છે કે

દીવ જીલ્લા ની ગ્રામ પંચાયત અને જીલ્લા પંચાયત ની ચુંટણી કરવામાં આવશે આ ચુંટણી ૮ નવેમ્બર ના રોજ થશે

જે સંદર્ભે રાજનૈતિક દળો અને ચુંટણી લડનાર ઉમેદવારો માટે આદર્શ આચાર સંહિતા બનાવવા માં આવી છે

જેના માટે વેબસાઈટ પર લિંક http://secfprits.org7upload/156749233649862055.pdf પર‌ જોઈ શકશો અથવા ડાઉનલોડ પણ કરી શકાશે

ચુંટણી માટે નામાંકન ની અંતિમ તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૦ બુધવાર રહેશે નામાંકન પછી ૨૨ ઓક્ટોબર ગુરુવાર ૨૦૨૦ ના રોજ નામાંકન ની તપાસ કરવામાં આવશે તથા ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ ગુરુવાર રહેશે

મતદાન તારીખ ૮ નવેમ્બર ૨૦૨૦ રવિવાર ના રોજ થશે અને મતગણતરી અને વિજેતા ની જાહેરાત તારીખ ૧૨ નવેમ્બર ૨૦૨૦ એ કરવામાં આવશે

ચુંટણી ની તમામ કાર્યવાહી ઈલેકશન કમિશનર નરેન્દ્ર કુમાર ના માર્ગદર્શન હેઠળ અને દીવ કલેકટર અને ચુંટણી ઇન્ચાર્જ અધિકારી શ્રીમતી સલોની રાય ના નેતૃત્વ માં કરવામાં આવશે

આ ચુંટણી ની તમામ કાર્યવાહી કોવિડ – ૧૯ ની સ્થિતિ ને ધ્યાન માં રાખી કરવામાં આવશે, જેમાં આયોગ દ્વારા મતદાન નો સમય બે કલાક વધારવા નો નિર્ણય કરવામાં આવ્યો છે

જેથી લોકો ની સુરક્ષા માટે કોવિડ ની રોકથામ સંબંધિત માર્ગદર્શન નુ પાલન કરી શકાય અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી શકાય

  • રિપોર્ટર – મણીભાઈ ચાંદોરા