એકબીજાને અવનવા રંગો લગાવી બે દિવસ સુધી ધૂળેટીની મજા માણી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
- Advertisement -
ઝાલાવાડ પંથકમાં ફાગણ સુદ પૂનમ નિમિત્તે ઉજવાતા હોલી અને ધૂળેટીના પર્વની આ વર્ષે હર્ષોલ્લાસ અને આનંદમય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોય છે. આ વર્ષે ગ્રહણનો અંશ હોવાની માન્યતા કારણે 2 ફેબ્રુઆરીના રોજ ચૌદસના દિવસે હોલિકા દહન વિધિવત્ રીતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 3 અને 4 ફેબ્રુઆરીએ બે દિવસ સુધી સમગ્ર ઝાલાવાડ વિસ્તારમાં ધૂળેટીનો રંગોત્સવ ઉમંગભેર મનાવવામાં આવ્યો હતો. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં યુવાઓ, બાળકો, વડીલો અને વિવિધ વિભાગોના અધિકારીઓએ પણ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો હતો. એકબીજાને અવનવા રંગો લગાવી, ઢોલ-નગારા સાથે નૃત્ય કરી તેમજ મીઠાઈ વહેંચી સૌએ ધૂળેટીની મજા માણી હતી. રંગોત્સવ દરમિયાન તમામ વિસ્તારોમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલ રહ્યો હતો. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવતા ઉજવણી નિર્વિઘ્ન પૂર્ણ થઈ હતી.



