-ધોનીના નામે 208 કેચ ઉપરાંત 85 સ્ટમ્પીંગ નોંધાયા
ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલ-2023ના 29મા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ટી-20 ક્રિકેટમાં વિકેટકિપર તરીકે સૌથી વધુ કેચ પકડનારો ખેલાડી બની ગયો છે. આ મામલે ધોનીએ આફ્રિકાના ક્વિન્ટન ડીકૉકને પાછળ છોહ્યો છે જે આઈપીએલમાં લખનૌ સુપરજાયન્ટસનો હિસ્સો છે.
- Advertisement -
ધોનીએ આ ખાસ ઉપલબ્ધી હૈદરાબાદ ટીમના કેપ્ટન એડેન માર્કરમનો કેચ પકડીને હાંસલ કરી છે. આ મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને સાત વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં પોતાનો ચોથો મુકાબલો જીત્યો છે.
ઈનિંગની 13મી ઓવર લઈને આવેલા મહેશ તીક્ષણાના પાંચમા બોલે માર્કરમ મોટો શૉટ રમવા માંગતો હતો પરંતુ આ જાદૂઈ સ્પીનરે તેને હાથ ખોલવાની તક આપી ન્હોતી. આવામાં બોલ તેના બેટનો કિનારો લઈને સીધો ધોનીના ગ્લવ્ઝમાં ચાલ્યો ગયો હતો. આ કેચ સાથે ધોની સૌથી વધુ કેચ પકડનારો ખેલાડી બન્યો છે. ધોની અત્યાર સુધી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં વિકેટકિપર તરીકે 208 કેચ પકડી ચૂક્યો છે. જ્યારે ડીકૉકના નામે 207 કેચ છે.
2006માં પોતાનો પહેલો ટી-20 મુકાબલો રમનારા ધોનીએ અત્યાર સુધી આ ફોર્મેટમાં કુલ 356 મેચ રમ્યા છે. આ દરમિયાન તેણે 208 કેચ કર્યા છે તો 85 સ્ટમ્પ આઉટ કર્યા છે.
- Advertisement -