ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જાણે ભૂમાફિયાઓનું ઘર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.
કારણ કે જમીન પચાવી પાડવામાં રાજકોટ પ્રથમ સ્થાને છે. મહત્વનું છે કે, રાજ્યમાં વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ, વડોદરા, સુરત કરતા રાજકોટ નાનું છે.
અમદાવાદથી ચાર ગણું નાનું હોવા છતાં સૌથી વધારે ભૂમાફિયા રાજકોટમાં છે.તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર જમીન કબજે કરવા વિરોધી અધિનિયમને વધુ કડક બનાવવા 2020માં લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં લાવી હતી. ત્યારથી અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગની 1 હજાર અરજીઓ થઈ છે. જ્યારે રાજકોટમાં 800 જેટલી અરજીઓ થઈ છે.વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ રાજકોટ નાનું હોવા છતાં અહીં અરજીઓ વધુ પ્રમાણમાં છે.
રાજકોટમાં લેન્ડગ્રેબિંગની થયેલી 800 અરજીઓમાંથી 480 અરજીઓનો નિકાલ થયો છે જ્યારે 250થી વધુ અરજીઓ હજી પેન્ટિંગ છે.
રાજકોટમાં 41 અરજીમાં ઋઈંછ દાખલ થઈ છે.આ બધા વચ્ચે ભૂમાફિયાઓને પોલીસ છાવરતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. અગાઉ તંત્રએ મોટા ઉપાડે જેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી કરી છે તેમાંથી અમુક કિસ્સામાં હાઈકોર્ટે તંત્રને ઠપકો આપીને આરોપીને છોડી મુક્યા છે.
તાજેતરમાં જ હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગ કેસમાં વહિવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં નહીં આવતી હોવાની ટકોર કરી હતી.