ખાસ-ખબર સંવાદદાતા
રાજયના તમામ નાગરિકોના હિત માટે રાજયસરકાર દ્વારા વિવિધ યોજનાઓનું અમલીકરણ વિવિધ સરકારી વિભાગો દ્વારા કરવામાં આવે છે, જે અન્વયે નાના પાયાના ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમયોગીઓને સમાન દરજજો આપવાના હેતુથી રાજય સરકાર દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિભાગ દ્વારા ખાસ શ્રમિકોને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓને અમલી બનાવી છે.
જે અન્વયે રાજકોટ ખાતે કાર્યરત આ વિભાગની કચેરી દ્વારા શ્રમિકોને અંત્યેષ્ઠી સહાય યોજનાના માધ્યમથી હાલ 24 શ્રમયોગીઓને રૂ. 1,68,000 ની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ રાજય સરકાર દ્વારા ઈ-નિર્માણ કાર્ડ હેઠળ નોંધાયેલા શ્રમિકનું મૃત્યુ નિપજતા તેમની અંતિમ ક્રિયા અર્થે વારસદારને કુલ રૂ. 7000 ની સહાય આપવામાં આવે છે. તેમ ડેપ્યુટી લેબર કમિશ્નરશ્રી એન.એમ.ગામેતીની યાદીમાં
જણાવાયું છે.