By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    46 minutes ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    1 day ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    2 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    11 minutes ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    18 minutes ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    31 minutes ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    37 minutes ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    5 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દંડચક્ર, ક્રૌંચાસ્ત્ર, કાલપાશ અને જાૃંભકાસ્ત્ર રામાયણની મહારામાયણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > દંડચક્ર, ક્રૌંચાસ્ત્ર, કાલપાશ અને જાૃંભકાસ્ત્ર રામાયણની મહારામાયણ
AuthorKinnar Acharya

દંડચક્ર, ક્રૌંચાસ્ત્ર, કાલપાશ અને જાૃંભકાસ્ત્ર રામાયણની મહારામાયણ

Khaskhabar Editor
Last updated: 2022/01/24 at 12:22 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

રાફડા માટેનો સંસ્કૃત શબ્દ છે, વાલ્મિક. તપશ્ર્ચર્યા સમયે ઉધઈનાં રાફડાથી ઢંકાઈ જવાના કારણે ઋષિનું નામ પડ્યું, વાલ્મિકી.

રંગ છલકે
– કિન્નર આચાર્ય

બ્રહ્મ સરોવરમાંથી નીકળવાને કારણે નદીનું નામ પડ્યું, સરયુ. ઇરાવતિનાં પુત્ર હોવાનાં કારણે ઈન્દ્રનાં ગજરાજનું નામ પડ્યું, ઐરાવત. મહર્ષિ ભૃગુનાંં પુત્ર હોવાના કારણે પરશુરામનું એક નામ ભાર્ગવ પણ છે. રાક્ષસો માટે એક બીજો શબ્દ પણ છે: યાતુધાન. યાતુ એટલે જાદુ અને ધાન અને એટલો જાણનાર. અર્થાત રાક્ષસો જાદુની વિદ્યા પણ જાણતા હતા, તેથી જ તેમને યાતુધાન કહેવાયા. કૃતવિર્યનાં પુત્ર હોવાનાં કારણે સહસ્ત્રાર્જુનનું એક નામ કાર્તિવીર્ય પણ છે. ગંગાનું નામ ત્રિપથગા શા માટે છે? કારણ કે, એવી માન્યતા છે કે એ ત્રણેય લોકમાં વહે છે.

Contents
રાફડા માટેનો સંસ્કૃત શબ્દ છે, વાલ્મિક. તપશ્ર્ચર્યા સમયે ઉધઈનાં રાફડાથી ઢંકાઈ જવાના કારણે ઋષિનું નામ પડ્યું, વાલ્મિકી.રંગ છલકે – કિન્નર આચાર્ય82 વરદાન અને 61 શ્રાપથી છલોછલ છે રામાયણ 

આપણે રામાયણની રામાયણ માંડી છે. રામાયણના દરેક પાનાં પર કશીક એવી વાત આપણને વાંચવા મળે- જે ભાગ્યે જ આપણે જાણતા હોઈએ. અહીં આપણે એવી જ રોચક વાતો કરી રહ્યાં છીએ. રામાયણનાં દરેક પાત્રોનાં નામનો કશોક અર્થ છે, લગભગ પ્રત્યેક આંકડામાં કોઈ રહસ્ય છૂપાયેલું છે. મહર્ષિ અગસ્ત્યનું એક નામ કુંભજ એટલાં માટે પડ્યું હતું કે તેઓ કુંભમાંથી જન્મ્યા હતા. તેઓ એક વખત સિંધુ (સમુદ્ર) આખો પી ગયા હતા એટલે સિંધુપ તરીકે પણ ઓળખાયા. આપણે સૌ દરિયાને સાગર કહીએ છીએ. પણ ‘સાગર’ નામ પડયું કેવી રીતે? કહેવાય છે કે રાજા સગરએ તે ખોદાવેલો. વિનતાનાં પુત્ર હોવાને કારણે ગરૂડને વૈનતેય પણ કહેવાય છે. દૈત્યો એટલે દિતિનાં પુત્રો. દનુ દ્વારા ઉત્પન્ન થયા તે દાનવ તરીકે ઓળખાયા. અને અગ (પર્વત)ને સ્થંભિત કરી દેવાના કારણે અગસ્ત્યનું નામ અગસ્ત્ય રખાયું. અહલ્યાનો ઉદ્ધાર શ્રીરામે કર્યો હતો અને આપણને સૌને ખ્યાલ છે પણ તેનું નામ અહલ્યા પડ્યું શા માટે? હલ્ય (કુરૂપતા)નો એક અંશમાત્ર ન હોવાને કારણે. અને આ નામ તેને બ્રહ્માએ આપ્યું હતું. બાલી અને સુગ્રિવ ઋક્ષરાજનાં પુત્રો હતા એ આપણે જાણ્યું. પણ બેઉનાં નામ કેવી રીતે પડ્યા. ઋક્ષરાજે એક વખત સ્ત્રીનું રૂપ ધારણ કર્યું ત્યારે તેમનાં વાળ પર ઈન્દ્રનું વીર્ય પડયું, બાલ (વાળ) પર પડેલાં ટીપાંમાંથી જન્મ્યા એટલે બાલી. ઋક્ષરાજ સ્ત્રી બન્યા ત્યારે તેમની ગરદન (ગ્રિવા) પર સૂર્યદેવનું વીર્ય પડ્યું અને જે બાળકનો જન્મ થયો એ સુગ્રિવ.

- Advertisement -

હવે કેટલાંક રસપ્રદ આંકડાઓ: રામાયણ માહાત્મ્યનાં કુલ પાંચ અધ્યાય છે. રામાયણમાં કુલ 24 હજાર શ્ર્લોક છે. લક્ષ્મણે 12 વર્ષ સુધી નિંદ્રાનો ત્યાગ કર્યો હતો. લક્ષ્મણ એક જ સમયે 500 બાણ છોડી શકતા હતા. મંદોદરી ઉપરાંત રાવણની કુલ 1000 પત્નીઓ હતી. વિશ્ર્વામિત્રને કેટલાં પુત્રો હતાં? જવાબ છે, 100. તાડકા રાક્ષસીને 1000 હાથીઓનું બળ પ્રાપ્ત હતું. રાજા સગરનાં કુલ 60,001 પુત્ર હતા. ત્રેતાયુગને 12 લાખ 96 હજાર વર્ષનો માનવામાં આવે છે.

82 વરદાન અને 61 શ્રાપથી છલોછલ છે રામાયણ 

કહેવાય છે કે, જાંબુવંતે સુગ્રિવને 10 કરોડ સૈનિકો આપ્યા હતા. સમુદ્ર મંથનમાંથી કુલ 14 રત્નો નીકળ્યા હતા. કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી કુલ છ કરોડ અપ્સરાઓ ઉત્પન્ન થઈ હતી. શિવની જટામાંથી ગંગાની સાત ધારાઓ વહી હતી. કુબેર સમકક્ષ બનવા રાવણે 10 હજાર વર્ષની તપસ્યા કરી હતી. રાજા સગરનાં કુલ 60,0001માંથી 60 હજાર પુત્રોને કપિલ મુનિએ ભસ્મ કરી દીધાં હતાં. માતા કૌશલ્યાએ 12 માસનાં ગર્ભ બાદ શ્રીરામને જન્મ આપ્યો હતો. અશ્ર્વમેધ યજ્ઞ સમાપ્ત થતા પૂરું એક વર્ષ થાય છે. મહર્ષિ વિશ્ર્વામિત્રએ પ્રજાપતિ કૃષાશ્ર્ચનાં પુત્રો એવાં 49 અશ્ર્વો શ્રીરામને આપ્યા હતાં.

ઋષિ વસિષ્ઠનાં કુલ 100 પુત્રો હતા. શ્રીરામની સહાયતા માટે આવેલા લંગૂર જાતિનાં વાનરોની સંખ્યા 1 કરોડ હતી. ઈન્દ્રનું પદ પ્રાપ્ત કરવા માટે કુલ 100 યજ્ઞો અનિવાર્ય છે. રામનાં પુત્ર કુશને એક પત્ની હતી, લવને બે હતી. રાજા દશરથ પાસે આઠ મંત્રીઓ હતા. શ્રીરામે રાક્ષસ ખર સાથેનાં યુદ્ધમાં તેનાં 14 હજાર સૈનિકો હણ્યા હતા.

- Advertisement -

આખી રામાયણ વરદાનો અને શ્રાપોથી છલોછલ છે. પણ આ મહાન ગ્રંથમાં કુલ કેટલાં વરસાદ અને કેટલાં શ્રાપ આવે છે, ખ્યાલ છે? 82 વરદાન અને 61 શ્રાપ. શ્રીરામની સેનાના નલ પાસે એવું વરદાન હતું કે તેના સ્પર્શ માત્રથી પત્થર પાણીમાં તરવા લાગશે. યમરાજે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે, એ યુદ્ધમાં કદી પણ થાકશે નહીં. કોઈપણ શસ્ત્ર તેમને હણી શકશે નહીં, એવું વરદાન હનુમાનજીને બ્રહ્માએ આપ્યું હતું. રાવણને બ્રહ્માએ સિમિધમંત્ર આપ્યો હતો. વિભિષણને ચિરંજીવી હોવાનું વરદાન પણ બ્રહ્માએ જ આપ્યું હતું. ઈન્દ્રએ હનુમાનજીને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું હતું. સૂર્યદેવએ હનુમાનજીને પોતાના તેજનો એક્સોમો અંશ આપ્યો હતો. નંદીશ્ર્વરે રાવણને શ્રાપ આપ્યો હતો કે તેઓ તથા તેના કુળનો સર્વનાશ વાનરોના હાથે થશે. બન્યું પણ એવું જ. રાવણને બ્રહ્માએ શ્રાપ આપ્યો હતો કે એ પરસ્ત્રી સાથે જબરદસ્તી કરશે તો તેનાં શિરનાં સો ટુકડા થઈ જશે.

શ્રાપ-વરદાનથી વાત હવે આગળ ચાલે છે: અસ્ત્ર-શસ્ત્ર વિશે. મેઘનાદે હનુમાનજીને અશોકવાટિકામાં જે અસ્ત્રથી બાંધ્યા હતા, તેનું નામ બ્રહ્મપાશ. રાવણ શિવ પાસેથી એક મહાશક્તિશાળી તલવાર મેળવી હતી. નામ: ચંદ્રહાસ. મેઘનાદનો વધ ઈન્દ્રાસ્ત્ર દ્વારા થયો હતો. મહાશસ્ત્ર વજ્રનું નિર્માણ દધિચ ઋષિનાં હાડકાંમાંથી થયું હતું એ જાણીતી વાત છે. પણ, મોદકી શિખરી નામની ગદા શ્રીરામને કોણે આપી હતી, ખ્યાલ છે? જવાબ છે: વિશ્ર્વામિત્રએ. શ્રીરામને નારાયણાસ્ત્ર પણ વિશ્ર્વામિત્રએ જ આપ્યું હતું. વજ્રાસ્ત્ર, એપિકાસ્ત્ર અને વાયવ્યસ્ત્ર પણ તેમણે જ શ્રીરામને આપ્યા હતા. હજુ યાદી પૂરી નથી થઈ. દંડચક્ર, કાલચક્ર, વિષ્ણુચક્ર, ઇન્દ્રચક્ર, ધર્મપાશ, કાલપાશ, વરૂણપાશ, શિખરાસ્ત્ર, કૌંચાસ્ત્ર, સૌમ્યાસ્ત્ર પણ તેમણે જ શ્રીરામને આપ્યા હતા. અને આ બધા અસ્ત્રો તેમણે શિવનું તપ કરીને પ્રાપ્ત કર્યા હતા. ગંધર્વોના પ્રિય અસ્ત્રો સમ્મોહનાસ્ત્ર અને માનવાસ્ત્ર છે જ્યારે પિશાચોનું પ્રિય અસ્ત્ર એટલે મોરનાસ્ત્ર!

એ ક્યું શસ્ત્ર છે, જેના પ્રયાગથી શત્રુસેના ઘેરી ઉંઘમાં સરી પડે છે? તેનામ નામ: જાૃંભકાસ્ત્ર. જે બાણનો આગળનો ભાગ અણીવાળો નહીં પણ ગોળ હોય- તેને શું કહેવાય? તેને કહેવાય: નારાચ. અને એ ભાગ તીક્ષ્ણ ફરસા જેવો હોય તો? તો કહેવાય: ભલ્લ. એ ભાગ હાથોની અંજલિ સમાન આકારનો હોય તો કહેવાય: અંજલિક. વાછરડાનાં દાંત જેવો હોય તો કહેવાય વત્સદંત અને સિંહની દાઢી જેવો હોય તો, સિંહદૈષ્ટ્ર.

નાગપાશ વરૂણ દેવતાનું અસ્ત્ર છે અને મેઘનાદને એ ઇન્દ્રએ આપ્યું હતું. એ ક્યું અસ્ત્ર છે- જેનાં પ્રયોગથી પત્થરોની વર્ષા થાય છે? ઉત્તર છે, પર્વતાસ્ત્ર. તામસ નામનાં વિનાશક અસ્ત્રનાં સ્વામી કોણ છે? જવાબ: રાહુ.

કેટલાંક મહત્ત્વપૂર્ણ સ્થાન વિશે વાત. રામ વનવાસ ગયા ત્યારે પંચવટીમાં રહ્યા. પણ ભરત ક્યાં રહ્યાં? જવાબ: નંદીગ્રામ. વનવાસ દરમિયાન શ્રીરામ સૌથી વધુ સમય સુધી ચિત્રકૂટમાં રહ્યા હતા. શબરી જ્યાં રહેતી હતી એ વનનું નામ હતું, મતંગ વન. લંકા પહોંચીને શ્રીરામની વાનરસેનાએ જે પર્વત પાસે છાવણી નાંખી એ પર્વતનું નામ, સુવેલ. લંકા નગરી ત્રિકૂટ પર્વત પર સ્થિત હતી- ત્યાં પહોંચવા હનુમાનજીએ મહેન્દ્ર પર્વત પરથી છલાંગ લગાવી હતી. મહર્ષિ પરશુરામનો આશ્રમ પણ એ જ પર્વત પર હતો. વનવાસથી પરત આવ્યા બાદ શ્રીરામ પોતાની જટા ક્યાં કપાવી હતી? જવાબ : નંદીગ્રામ. રામ અને સીતા વનવાસ દરમિયાન પંચવટીમાં જ્યાં પર્ણકૂટિર બનાવીને રહેતા એ સ્થળ ગોદાવરી નદીને કાંઠે હતું. અચ્છા, એક અઘરો પ્રશ્ર્ન : કૈકેયી જ્યાંની રાજકુમારી હતી એ કૈક્ય દેશની રાજધાનીનું નામ શું હતું? જવાબ હું જ આપી દઉં છું : રાજગૃહ. પરંતુ આથી વધુ રસપ્રદ વાતો માટે, સ્ટે ટયૂન્ડ.

મહર્ષિ વિશ્ર્વામિત્રએ પ્રજાપતિ કૃષાશ્ર્ચનાં પુત્રો એવાં 49 અશ્ર્વો શ્રીરામને આપ્યા હતાં, શ્રીરામની સહાયતા માટે આવેલા લંગૂર જાતિનાં વાનરોની સંખ્યા 1 કરોડ હતી : ઈન્દ્રનું પદ પ્રાપ્ત કરવા માટે કુલ 100 યજ્ઞો અનિવાર્ય છે

મહર્ષિ અગસ્ત્યનું એક નામ કુંભજ એટલાં માટે પડ્યું હતું કે તેઓ કુંભમાંથી જન્મ્યા હતા, તેઓ એક વખત સિંધુ (સમુદ્ર) આખો પી ગયા હતા એટલે સિંધુપ તરીકે પણ ઓળખાયા

અહલ્યાનો ઉદ્ધાર શ્રીરામે કર્યો હતો અને આપણને સૌને ખ્યાલ છે પણ તેનું નામ અહલ્યા પડ્યું શા માટે? હલ્ય (કુરૂપતા)નો એક અંશમાત્ર ન હોવાને કારણે, અને આ નામ તેને બ્રહ્માએ આપ્યું હતું.

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જે બચી ગયા છે એ બીજાને બચાવે – Be The SAVIOUR!
Next Article વજન મુજબ ટિકિટભાડું, ડાયેટિંગ પ્રમાણે સોનું!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?