દસ વર્ષ વશમાં રાજ્યભરમાં 57 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ધાડ, લુંટ, હત્યાનો પ્રયાસ, ઘરફોડ ચોરી, ગુનાહિત કાવતરુ રચી બળજબરીથી પચાવી પાડવું, હથિયાર રાખવા, ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવી સહિતના 57 જેટલા ગંભીર ગુનાઓ આચરનાર દાહોદની ચડ્ડી-બનિયાનધારી ગેંગ સામે રાજકોટ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધી મોટી કાર્યવાહી કરી હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી. ગોહિલે રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સંગઠિત ટોળકી રચી ગુનાખોરી આચારતી દાહોદની ચડી-બનીયાનધારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓને જેલભેગા કરી દીધા છે આ ગેંગનો મુખ્ય સુત્રધાર દાહોદના ભરત બાદલસિંઘ પલાસ, શૈલેષ ઉર્ફે શૈલો રતનસિંઘ ઉર્ફે રતના કટારા છે આ બેલડી છેલ્લા દસ વર્ષથી છપ્પર ઉર્ફે છપ્પરીયો હરુ પલાસ, રામસિંગ ઉર્ફે રાયસંગ મડીયા ઉર્ફે મળીયા મોહનીયા, રાજુ સવસીંગ બારીયા, કાજુ માવસીંગ પલાસ, રાકેશ રાડ્યા પલાસ, શૈલેષ જવસીંગ માલજી ડાભોર અને સુભાષ નવરીયા ભાભોર, લાલા ઉર્ફે લાલો ઉર્ફે સુભાષ ખુમસિંઘ પલાસ સાથે મળી લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર હથિયાર સહિતના ગંભીર ગુનાઓ આચરવા માટે ચડ્ડી-બનીયનધારી ગેંગ બનાવી હતી જે ગેંગના તમામ શખ્સોએ છેલ્લા ઘણા સમયથી જુદા જુદા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ આચરેલ છે અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે આરોપીઓ એકવાર પકડાયા બાદ ફરીથી જેલમાંથી છૂટી અને ગુનાઓને અંજામ આપતા હોય, જેથી ચડ્ડી-બનીયનધારી ગેંગના 10 શખ્સો સામે આતંકવાદ કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
- Advertisement -
આ ગેંગ સામે ગુજરાતભરમાં નોંધાયેલા 57 ગુનાઓની યાદી
આ ગેંગે 2014માં અરવલ્લી મોડાસામાં, દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં, પંચમહાલના કલોલમાં, રાજગઢમાં, 2015માં અમદાવાદ સોલામાં 4 ગુના, દાહોદ-ફતેપરમાં 2 ગુના, 2016માં સુરત ગ્રામ્યના કામરેજ,દાહોદ-જેસાવાડા, બોટાદ, વર્ષ 2017માં વડોદરા-હરણી, કચ્છ ગાંધીધામ-આદીપુર, દાહોદ-જેસાવાડા, દાહોદ ટાઉન, મહેસાણા એ. ડીવીઝન, વલસાડ, રૂરલ, 2018માં વલસાડ ટાઉન, દાહોદ-ધાનપુર, ગાંધીનગર કલોલ, ગાંધીનગર, સુરત ગ્રામ્ય ઓલપાડ, 2019માં અમદાવાદ દેત્રોજ, સાણંદ, ગોધરા, મહેસાણાના સાંથલ, ખેડા ટાઉન, 2020માં અમદાવાદ ધોળકામાં એક સાથે ત્રણ ગુના, સાણંદ, રાજકોટ ગ્રામ્યના લોધીકા, મોડાસા રૂરલ, હિંમતનગર ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર, દાહોદ કટવારા, બોટાદમાં ત્રણ ગુના, વર્ષ 2023માં રાજકોટ યુનિવર્સિટી પોલસમાં એક સાથે પાંચ ગુના ઉપરાંત બી ડીવીઝન, કુવાડવા રોડ, આજી ડેમ પોલીસ, ગાંધીગ્રામ પોલીસ, જામનગરના જામજોધપુર, ભરૂચના ઉમ્મલા, ગોંડલ તાલુકા, ખંભાત રૂરલ એમ કુલ 57 ગુના નોંધાયા છે.