રાજસ્થાનના સાચોરથી દારૂ ભર્યો હતો : 975 બોટલ સહિત 13.21 લાખનો મુદામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજસ્થાનના સાચોરથી દારૂ ભરેલ કાર રાજકોટમાં ઘૂસે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે શખ્સોને દબોચી લઈ દારૂની 975 બોટલ અને કાર સહિત 13.21 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી કાઇમ બી બી બસીયા દ્વારા દારૂ-જુગારના કેસો કરવાની આપેલ સૂચનાથી કાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઈ એમ.કે.મોવલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ રણજીતસિંહ પઢારીયા, સંજય દાફડા, વિજયરાજસિંહ જાડેજા અને તુલશી ચુડાસમાને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી રાજકોટ તરફ એક દારૂ ભરેલ કાર આવી રહી છે આ બાતમી આધારે કુવાડવાથી રાજકોટ આવતા રોડ પર ભાવનગર રોડ તરફ જતાં બીજા રિંગ રોડ પાસે વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ ક્રેટા કાર નં. જીજે-14-બીએ-4747ને અટકાવી તેમાં બેસેલ બે શખ્સોના નામ પૂછતાં કાર ચાલકે પોતાનું નામ રાજસ્થાનનો અમરત પુનમારામ મેધવાળ ઉ.28, અને તેની સાથેના શખ્સે મૂળ ધ્રોલ હાલ ઘંટેશ્વરમાં રહેતો કારા ઉર્ફે કાનો હિરા ટોળીયા ઉ.29 હોવાનું જણાવ્યું હતું પોલીસે કારની જડતી લેતા તેમાંથી 2.89 લાખનઇ કિમતની અલગ અલગ બ્રાન્ડની દારૂની 975 બોટલ મળી આવતાં દારૂ, કાર સહિત કુલ 13.21 લાખનો મુદામાલ કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી હતી.
પકડાયેલા રાજસ્થાની શખ્સ પોતાના વતન સાચોરથી કારમાં ભરી નીકળ્યો હતો અને દારૂ મંગાવનાર કારો ભરવાડ રસ્તામાંથી સાથે બેસી ગયો હતો અને રાજકોટ આવવા નીકળ્યાં હતાં પણ રાજકોટ પહોંચે તે પૂર્વે જ દબોચી લીધા હતા.