ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ,
જાફરાબાદ તાલુકાના દરીયાઇ ટાપુ વચ્ચે શિયાળબેટ ગામ આવેલુ છે. આ શિયાળબેટ ગામમા બોટ મારફતે દરીયાઇ માર્ગથી પ્રવેશ મેળવી શકાય છે. શિયાળબેટ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત ચૈલીયા ગ્રુપ દ્વારા ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખાસ પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઇ ડેર ઉપસ્થિત રહીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. અને ગ્રામજનો દ્વારા અંબરીષ ડેરનુ ભવ્ય સ્વાગત કરાયુ હતું. ત્યારબાદ અંબરીષ ડેર ખુદ ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. આ ઉદ્ધાટન બાદ રામજીમંદિર ખાતે અંબરીષ ડેર દ્વારા શિયાળબેટ ગામના પડતર પ્રશ્નો બાબતે ગ્રામજનો તથા આગેવાનો સાથે ચર્ચા વિચારણાઓ કરવામા આવી હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, જીવરાજભાઈ ગુજરીયા,ચીથરભાઇ બાળધીયા,ભગવાનભાઇ બાળધીયા, સવાભાઇ શીયાળ, શંકરભાઇ શિયાળ, નાનજીભાઇ શિયાળ સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ મુલાકાત દરમિયાન અંબરીષ ડેરે ગ્રામજનોની લાગણી અને સ્નેહ બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.