ભારતમાં કોરોનાના કેસ દિવસ જાય તેમ વધી રહ્યા છે. ભારતમાં ફરીથી કોરોના બિલ્લી પગે પગપેસારો કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં તો સતત બે હજારથી વધારે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે તેમ આજે કેસનો આંકડો 4 હજારને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,041 નવા કેસ નોંધાયા.
- Advertisement -
કોરોનાના કેસ 4,000ને પાર
મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાને કારણે 10 લોકોના મોત થયા છે. જ્યારે 2363 લોકો સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 21.177 નોંધાઇ છે. તો બીજી તરફ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 19,38,3,723 ટોટલ વેક્સિનેશન કરવામાં આવ્યું .
ગુરુવારે નોંધાયા હતા 3,000થી વધુ કેસ
ગઇ કાલે દેશમાં કોરોનાના કેસ 3 હજારને પાર પહોંચ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,712 નવા કેસ નોંધાયા હતા. કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 1123 લોકોએ કોરોનાને માત આપી હતી. કોરોના વાયરસથી સંક્રમિત થવાનો દર એટલે કે પોઝિટીવીટી રેટ 0.05 ટકા હતો જ્યારે રિકવરી રેટ 98.74 % હતો.
- Advertisement -
#COVID19 | India reports 4,041 fresh cases, 2,363 recoveries, and 10 deaths in the last 24 hours.
Total active cases are 21,177. pic.twitter.com/XNfnLxQrbd
— ANI (@ANI) June 3, 2022
નવા કેસોમાં સતત વધારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 48 કલાકથી કોરોનાના નવા કેસમાં વધારો નોંધાયો છે. બુધવારે મળેલી માહિતી અનુસાર, અગાઉ દેશમાં કોરોનાના 2745 નવા કેસ નોંધાયા હતા, જેનાથી સંક્રમિતોની કુલ સંખ્યા 18,386 થઈ ગઈ હતી. અગાઉ મંગળવારે કોવિડ-19ના 2338 નવા કેસ સામે આવ્યા હતા. આવી સ્થિતિમાં, કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાજનક છે.