જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ આજકાલ વધી રહી છે. હજુ તો ગઇકાલની બેન્ક મેનેજરની હત્યાની ઘટના તાજી જ છે ત્યાં ફરી બે શ્રમિકો પર હુમલો કરવામાં આવ્યો છે.
આ ઘટના બડગામ જિલ્લામાં બની છે. ગુરુવારે એક આતંકી હુમલામાં ચદુરા વિસ્તારમાં આતંકીઓએ ઇંટોના ભઠ્ઠા પર કામ કરતાં બે પ્રવાસી શ્રમિકોને નિશાન બનાવ્યા હતા. આતંકીઓએ બંને મજૂરોને ગોળી મારી હતી જેમાં એકનું મોત થઈ ગયું હતું અને બીજો શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
- Advertisement -
શિક્ષિકાની અને બેન્ક મેનેજરની હત્યા
કાશ્મીરમાં ખીણમાં હવે સ્થિતિ વધુ ને વધુ ખરાબ બનતી જાય છે. અહીં આતંકીઓની નાપાક હરકતો વધી રહી છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે જ્યારે આતંકી ઘટનાનાં કોઈ સમાચાર નથી આવતા. આતંકીઓ જાણે સરેઆમ ઘૂમી રહ્યા હોય અને તેઓને કોઇની પરવા ન હોય તેવી સ્થિતિ છે.
કાશ્મીર ખીણમાં પેલી મે થી ટાર્ગેટ કિલિંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં સાંબાં જિલ્લાની શિક્ષિકાને આતંકવાદીઓએ 31 મે ના રોજ મોતને ઘાટ ઉતારી દીધી હતી અને 18 મે ના દિવસે ઉત્તરી બરામુલામાં એક દારૂની દુકાનમાં દાખલ થઈને ગ્રેનેડ ફેંકવાના કારણે જમ્મુમાં રહેતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 3 ઘાયલ થયા હતા.
- Advertisement -
Jammu, J&K | Situation is getting worse. 4 killings took place today. 30-40 families have left the city. Our demand was not fulfilled. Their (govt's) safer places are within the city only, no safe place is available in Srinagar, said Amit Kaul, an employee under PM package pic.twitter.com/tOy8d6BGGl
— ANI (@ANI) June 2, 2022
બિહારના શ્રમિકે ગુમાવ્યો જીવ
બચી ગયેલા શ્રમિકની શ્રીનગરની હોસ્પિટલમાં ચાલી રહી છે . જ્યારે અન્ય એક શ્રમિકે જીવ ગુમાવ્યો છે. આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શ્રમિક બિહારનો રહેવાસી હોવાની માહિતી મળી છે.
ગઇકાલે કુલગામમાં બેંક મેનેજરની આતંકીઓએ હત્યા કરી હતી. અને એના 24 કલાકમાં જ આ બીજી ઘટના જોવા મળી છે.
800 કાશ્મીરી પંડિતોનું સ્થળાંતર
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં 48 કલાકની અંદર અન્ય એક હિન્દુ કર્મચારીની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ ખીણમાં તમામ સ્થળોએ વિરોધ પ્રદર્શનો બંધ કરી દીધા છે.
આ સાથે શુક્રવારે જમ્મુ તરફ સામૂહિક સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે તમામ સાથીઓને કાજીગુંડમાં નવયુગ ટનલ પાસે એકઠા થવા કહ્યું છે. અત્યાર સુધીમાં 1800 કાશ્મીરી પંડિતો સહિત ત્રણ હજારથી વધુ સરકારી કર્મચારીઓએ ઘાટી છોડી દીધી છે.
શ્રીનગરના ઈન્દિરા નગર વિસ્તારમાં ગુરુવારે સતત બીજા દિવસે કડક નિયંત્રણો યથાવત રહ્યા હતા. જ્યાં પણ કાશ્મીરી પંડિતો રહે છે, ત્યાં વિસ્તારોની બહાર પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત છે. કોઈને બહાર જવાની પરવાનગી નથી. મીડિયાને પણ તેમની પાસે જવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. કાશ્મીર ખીણમાં લગભગ આવા તમામ સ્થળોએથી એક સમાન સમાચાર મળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે કાશ્મીરી પંડિતોના કેમ્પસને બહારથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે.
ખીણમાં તૈનાત શિક્ષકો જમ્મુ પહોંચી રહ્યા છે
કાશ્મીર વિભાગના જુદા-જુદા જિલ્લામાં કામ કરી રહેલા જમ્મુ વિભાગના શિક્ષકો ખીણ છોડીને જમ્મુ તરફ જઈ રહ્યા છે. બુધવારે રજની બાલાના અંતિમ સંસ્કારમાં ઘણા શિક્ષકો પણ સામેલ થયા હતા. જમ્મુ વિભાગના હજારો શિક્ષકો કુલગામ, બાંદીપોરા, અનંતનાગ, બારામુલ્લા, શોપિયાં અને કાશ્મીર વિભાગના અન્ય જિલ્લાઓમાં કામ કરી રહ્યા છે. તેમાં કાશ્મીરી પંડિતો અને અનુસૂચિત જાતિના કર્મચારીઓ છે. કુલગામમાં જ કામ કરતા એક શિક્ષકે કહ્યું કે દરેકમાં ભયનું વાતાવરણ છે. તેણે કહ્યું કે 2011માં હું અનુસૂચિત જાતિના ક્વોટા હેઠળ પોસ્ટેડ હતો. કહ્યું કે, સરકારે અમને સુરક્ષિત સ્થાનો પર તૈનાત કરવા જોઈએ અથવા અમને જમ્મુ ડિવિઝનના જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવા જોઈએ.