– હાલ કર્ણાટકમાં ફરી રહી છે ‘ભારત જોડો’ યાત્રા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં છે. હાલ આ યાત્રા કર્ણાટક પહોંચી છે. કર્ણાટકનાં માંડ્યા જિલ્લામાં આ યાત્રામાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી પણ જોડાયા છે.
- Advertisement -
સોનિયા ગાંધી સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે (કે જેઓ કોંગ્રેસ પ્રમુખપદના દાવેદાર છે) પણ આજે ગુરુવારે પગપાળા માર્ચમાં સામેલ થયા છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ પગપાળા માર્ચમાં આવતીકાલથી સામેલ થવાની આશા છે. કોંગ્રેસની આ ભારત જોડો યાત્રા એક મહત્વના તબક્કે પહોંચી છે. હાલ તે ભાજપ શાસિત રાજ્યમાંથી પસાર થઇ રહી છે.
લાંબા સમય બાદ સોનિયા ગાંધીએ કોઇ જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે છેલ્લે કેટલીક ચુંટણીઓમાં સ્વાસ્થ્યના કારણે પ્રચારમાં ભાગ લીધો નહોતો. ભરાત જોડો યાત્રાની શરૂઆતમાં સોનિયા ગાંધી વિદેશણાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. તે સમયે તેમની માતાનું પણ અવસાન થયું હતું. પ્રિયંકા અને રાહુલ ગાંધી પણ સોનિયા ગાંધી સાથે ઇટાલી ગયા હતા. સોનિયા થોડાંક દિવસ પહેલા જ ભારત પાછા આવ્યા છે.
Sonia Gandhi joins Congress' 'Bharat Jodo Yatra' in Karnataka's Mandya
- Advertisement -
Read @ANI Story | https://t.co/kawvsmQEZA#SoniaGandhi #RahulGandhi #BharatJodaYatra #Congress pic.twitter.com/nnJJlIMo4G
— ANI Digital (@ani_digital) October 6, 2022