આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામેલ થાય તેવી સંભાવના પણ છે.
આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાવાની છે. જેમાં આવતીકાલે મોરબીના દરબાર ગઢથી ન્યાય યાત્રાની શરૂઆત થશે, જે ગાંધીનગરના ચાંદખેડા સુધી યોજાશે. દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ યોજી ન્યાય યાત્રા યોજી રહી છે. તેમજ કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આવે પણ શક્યતા છે.
- Advertisement -
ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા મોરબીથી શરૂ થઈને રાજકોટ, સુરેન્દ્રનગર થઈને ગાંધીનગર પહોંચશે. આ ન્યાયયાત્રામાં કુલ 300 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. આવતીકાલ એટલે કે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થશે.
મોરબીમાં ઝુલતાપુલ દુર્ઘટનાના સ્થળેથી ન્યાયયાત્રા શરૂ થશે. સવારે 9 વાગે દુર્ઘટના સ્થળ પર ધ્વજ ફરકાવીને આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. યાત્રા 11 તારીખે રાજકોટ પહોંચશે. રાજકોટમાં TRP ગેમ ઝોન પર સંવેદના સભા યોજવામાં આવશે. આ પછી 13 તારીખે યાત્રા આગળ વધશે અને 15 ઓગસ્ટે સુરેન્દ્રનગરમાં ધ્વજ વંદન કાર્યક્રમ કરાશે. ત્યાંથી આગળ વધીને યાત્રા અમદાવાદ પહોંચશે. જ્યાંથી યાત્રા ગાંધીનગર પહોંચશે.
માહિતી અનુસાર, આ યાત્રામાં કોંગ્રેસના મોટા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે, જેમ કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ સામેલ થઈ શકે છે. મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં થયેલી દુર્ઘટનાના પીડિતોના પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ આ યાત્રા યોજી રહી છે. યાત્રામાં પીડિત પરિવારો સહિત કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા અને જીલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો જોડાશે.