એક તરફ રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી તો બીજી તરફ એક ભારતીય મહિલા રેસલરને તેની આખી ટીમ સાથે પેરિસ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યુવા કુસ્તીબાજ અંતિમ પંઘાલ ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ હવે તેને તેની આખી ટીમ સાથે પેરિસ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે તેની સામે અધિકારીઓએ શિસ્તભંગની કાર્યવાહી કરીને આ નિર્ણય લીધો છે.
- Advertisement -
મહિલાઓની 53 કિગ્રા ઈવેન્ટમાં તેની મેચ હાર્યા બાદ અંતિમ ફાઇનલમાં પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી. ફાઇનલ મેચ હાર્યા બાદ અંતિમ હોટલમાં ગઈ અને અન્ય સાથી ખેલાડીઓ સાથે ત્યાં જ રોકાઈ હતી પરંતુ તેનો સામાન ત્યાં છૂટી ગયો હતો જે બાદ અંતિમી તેનું એક્રીડેશન કાર્ડ બહેન આપ્યું અને સામાન લેવા ત્યાં મોકલી હતી. જો કે સ્પોર્ટ્સ વિલેજમાં એન્ટ્રી કરતાં સમયે તેણીને ત્યાં રોકવામાં આવી હતી.
બીજાના કાર્ડ સાથે એન્ટ્રી કરતાં પેરિસ પોલીસે તેની અટકાયત કરી હતી અને ભારતના હસ્તક્ષેપ બાદ જ તેને ત્યાંથી જવા દેવામાં આવી હતી એ બાદ હવે ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ અંતિમ પંઘાલ, તેની બહેન, તેના કોચ (ભગત સિંહ) અને તેના પ્રેક્ટિસ રેસલર(વિકાસ)ને પેરિસ છોડવા માટે આદેશ આપ્યો છે.