પાંચ સંચાલકો વિરૂદ્ધ 6 કરોડની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
ચોટીલા – થાનગઢ રોડ પર આવેલી સિદ્ધનાથ જીનિંગ મિલમાં સંચાલકો દ્વારા અનેક ખેડૂતો અને વેપારીઓને છેતર્યા હોવાનું ગત 20 ઓગસ્ટના રોજ સામે આવ્યું હતું જેમાં સિદ્ધનાથ જીનિંગ સંચાલકો દ્વારા ખેડૂત અને વેપારીઓ પાસેથી કાપડની ખરીદી કરી લેણીયાત તમામને પેમેન્ટ આપવા માટે 20 ઓગસ્ટના રોજ આવવા મટે જણાવ્યું હતું પરંતુ જ્યારે 20 ઓગસ્ટના રોજ એક બાદ એક લેણીયાત સિદ્ધનાથ જીનીંગે આવતા ત્યાં આલિગઢી તાળા જીવ મળ્યા હતા જેથી ખેડૂત અને વેપારીઓ દ્વારા સંચાલકોને સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા સંપર્ક પણ થઈ શક્યો ન હતો
જેથી તમને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની જાણ થતાં હોબાળો થયો હતો જોકે સ્થાનિક પોલીસ તાત્કાલિક પહોંચી હતી બાદમાં ઘટનાને 20 દિવસથી વધુ સમય વિતિ ગયા છતાં પણ જીનિંગ મિલના સંચાલકોની ભાળ નહિ મળતા અંતે સુરેશ લુણાગરિયા, વિરેન લુણાગરિયા, રમણીક ભાલાળા, દર્શન ભાલાળા તથા અતુલ પટેલ વિરૂદ્ધ 6.65 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે.