ગિરનાર પર્વત પર માં અંબા મંદીરે નવરાત્રી પર્વે આધ્યાત્મિકતાનો અવસર
જગત જનની માઁ અંબાની સવાર સાંજ આરતી સાથે વિશેષ શ્રૃંગાર
મંદિરને વિશેષ શણગાર અને હવન અષ્ઠમીના દિવસે યજ્ઞમાં બીડું હોમાશે
- Advertisement -
કુમકુમના પગલા પડ્યા માડી તારા આવવાના એંધાણ મળ્યા
માડી તારા બેસણા ગઢ ગિરનારે નવે ખંડ નજરુ પડે રે લોલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જુનાગઢ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજી મંદિરે શારદીય આસો નવરાત્રીનો તા.3ને ગુરુવારથી મંગળ પ્રારંભ થવા જય રહ્યો છે.ત્યારે ગિરનાર પર્વત અંબાજી મંદિરે આસો નવરાત્રીના પર્વે માતાજી સન્મુખ ઘટસ્થાપન, અનુષ્ઠાન, શ્રી સુતકના પાઠ સાથે નવલી નવરાત્રીનો પ્રારંભ થશે જેમાં અંબાજી મંદીરને વિશેષ શણગાર સાથે સજવામાં આવશે તેમજ સવાર સાંજ મહા આરતી અને નવ દિવસ માં અંબાને વિશેષ શૃંગાર સાથે પૂજન અર્ચન કરવામાં આવશે જયારે આઠમાં નોરતે હવન અષ્ટમીના દિવસે યજ્ઞ યોજાશે અને બીડુ હોમવામાં આવશે આ શારદીય આસો નવરાત્રી પર્વે માઇ ભક્તો ગિરનાર પર્વત બિરાજમાન માં અંબાના દર્શન કરવા ખુબ મોટી સંખ્યમાં પધારે છે અને માતાજીના આશીર્વાદ લે છે. જુનાગઢના ગીરનાર પર્વતના 5000 પગથિયા ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજીની શક્તિપીઠ આવેલી છે જે ઉદયન પીઠ તરીકે ઓળખાય છે પુરા ભારતમાં કુલ 52 શક્તિપીઠો છે જેમાંની આ એક માતાજીની શક્તિપીઠ છે નવરાત્રી મહોત્સવ અને નવરાત્રી અનુષ્ઠાનનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે મંદિરના મહંત શ્રી મોટા પીર બાવા પુ.તનસુખગીરી બાપુની નિશ્રામાં નવરાત્રી ગુરુવારથી પ્રથમ નોરતું માતાજીના નિજ મંદિરમાં સવારે 8 કલાકે ધટસ્થાપન વિધિ સાથે અનુષ્ઠાનનો પ્રારંભ થશે.
મંદિરે રોજ સવાર સાંજ માતાજીના શ્રી સુકતના પાઠ, અભિષેક અને બંને સમય મહાઆરતી કરવામાં આવશે નવરાત્રી દરમિયાન માતાજીને રોજ વિશેષ શૃંગાર અને વિશિષ્ટ મહાપૂજા કરવામાં આવશે જેમાં મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરને સુશોભન સાથે સુંદર રીતે સજાવટ કરવામાં આવેલ છે છેલ્લા એક અઠવાડિયાથી મંદિરમાં માતાજીના આભૂષણો સહિતના મંદિર પરિસરને નવા સાજશણગાર સાથે પવિત્ર કરવામાં આવેલ છે અને આઠમા નોરતે હવન અષ્ટમીનો યજ્ઞ યોજાશે જેમાં માતાજીની સન્મુખ એક હવનનું પણ આયોજન કરાયું છે જેમાં હજારો માઈ ભક્તો માતાજીના દર્શન અને હવનના દર્શન કરવા ગિરનારની ટોચ ઉપર પધારે છે અને હવનષ્ટમીના દિવસે માતાજીના દર્શને પધારેલા ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવશે નવરાત્રી દરમિયાન ગિરનાર ઉપર અનુષ્ઠાન કરવાનું પણ એક અનેરો મહિમા છે. જેમાં શ્રદ્ધાળુઓ ગિરનારના અન્ય ધર્મસ્થાનોમાં પણ માતાજીની આરાધના અનુસઠાન કરવા પધારે છે છે અને નવરાત્રીના નવ દિવસના અનુષ્ઠાન કરી માતાજીની ભક્તિ સાથે આરાધના કરે છે.
- Advertisement -