ભારતમાં દાણચોરીની સમસ્યાને અટકાવવા માટે ભારત સરકાર અનેક પ્રયાસો કરતી આવી છે. અત્યાર સુધી મોટાભાગે મોંઘી ઘડિયાળ, સોના-હીરા સહિતના જ્વેરાતની દાણચોરી થતી હતી પરંતુ હવે સોના સમકક્ષ મોંઘાભાવના જ, પણ ધડાધડ વેચાઈ રહેલા આઈફોનની ચોરીના બનાવો પણ સામે આવી રહ્યાં છે. દિલ્હી એરપોર્ટ પર એક લાખથી મોંઘાભાવના આઈફોનની દાણચોરીનો કિસ્સો સામે આવ્યો છે.
દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમને એક મહિલા મુસાફરની બેગમાંથી 26 આઈફોન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ મહિલા હોંગકોંગથી દિલ્હી આવી રહી હતી. કસ્ટમ વિભાગે જણાવ્યું કે, મહિલાની વેનિટી બેગમાંથી 26 iPhone 16 Pro Max મળી આવ્યા છે. આ કિસ્સો દાણચોરીનો જ જણાઈ રહ્યો છે કારણકે, આ મહામૂલા આઈફોન ટીશ્યુ પેપરમાં લપેટાયેલા મળી આવ્યા હતા. આ મામલે હાલ કસ્ટમ વિભાગના ટોચના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
કસ્ટમ્સ વિભાગે આ કેસ મુદ્દે એક નિવેદનમાં જણાવ્યું કે, હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એક મહિલા મુસાફરને પકડવામાં આવી છે. મહિલા પોતાની વેનિટી બેગમાં ટીશ્યુ પેપરમાં લપેટીને છુપાવેલા 26 iPhone 16 Pro Max લઈને જઈ રહી હતી, જેની અંદાજિત કિંમત 40 લાખ રૂપિયા આસપાસ છે. જેને લઇને મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કસ્ટમ અધિકારીઓ હાલમાં દાણચોરીના આ પ્રયાસની આસપાસના સંજોગો નક્કી કરવા માટે વધુ તપાસ કરી રહ્યાં છે અને શું પેસેન્જર એકલી જ આ કામ કરી રહી હતી કે દિલ્હી અથવા અન્ય એરપોર્ટ પર પણ સમાન પ્રકારે દાણચોરીનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે તે અંગે ઉંડી તપાસમાં ઉતરી છે.
ભારતમાં, નવો iPhone 16 Pro Max ત્રણ સ્ટોરેજ વેરિયન્ટ્સમાં આવે છે – 256GB, 512GB અને 1TB. આ ત્રણેય મોડલની કિંમત અનુક્રમે રૂ. 1,44,900, રૂ. 1,64,999 અને રૂ1,44,900, રૂ. 1,64,999 અને રૂ. 1,84,900 છે. આવી સ્થિતિમાં આ મામલાની તપાસ જેમ જેમ આગળ વધે તેમ આ સમગ્ર મામલે મોટો ખુલાસો થવાની આશા છે.