અધિકારીઓએ 100થી વધુ સૈનિકોને સ્નિફર ડોગ સાથે તૈનાત કર્યા હતા જેથી બાળકોની તલાશી કરી શકાય
ખાસ-ખબર સંવાદદાતા
કોઈપણ ભયંકર અકસ્માત બાદ બાળકોનું બચી જવુ કોઈ ચમત્કારથી ઓછું નથી. આવો જ એક ચમત્કાર કોલંબિયામાં થયો છે. પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ બુધવારે જણાવ્યું હતું કે, બે અઠવાડિયા કરતાં પણ વધુ સમય પહેલાં થયેલા પ્લેન ક્રેશ થયા બાદ કોલંબિયાના ગાઢ એમેઝોન જંગલમાં 11 મહિનાના બાળક સહિત ચાર બાળકો જીવિત મળી આવ્યા છે. તેમણે તેને ’દેશ માટે ખુશી’ ગણાવી છે. પેટ્રોએ ટ્વીટર પર આ સમાચાર શેર કરતા કહ્યું કે, સૈન્ય દ્વારા મુશ્કેલ શોધ પ્રયાસ બાદછી બાળકો સુરક્ષિત રીતે મળી આવ્યા. પ્રાપ્ત માહિતી પ્રમાણે અધિકારીઓએ 100થી વધુ સૈનિકોને સ્નિફર ડોગ સાથે તૈનાત કર્યા હતા જેથી બાળકોની તલાશી કરી શકાય જે 1 મે ના રોજ થયેલા પ્લેન ક્રેશમાં યાત્રા કરી રહ્યા હતા. જેમાં ત્રણ વયસ્કોના મોત થઈ ગયા હતા. બચાવકર્મીઓનું માનવું છે કે, આ બાળકોમાંથી એક 11 મહિનાનું બાળક હતું. આ ઉપરાંત 13, 9 અને 4 વર્ષના બાળક સામેલ હતા. દુર્ઘટના બાદથી તેઓ દક્ષિણ કૈક્વેટાના જંગલોમાં ભટકી રહ્યા હતા.